Site icon Revoi.in

ગૂગલે ઇમેઇલ સર્વિસ Gmailના લોગોમાં કર્યો મોટો બદલાવ

Social Share

મુંબઈ: ગૂગલે ઇમેઇલ સર્વિસ Gmail ના લોગોમાં મોટો ફેરફાર કર્યો છે.અને તેમાં દેખાતા આઇકોનિક ઇનવેલપને હટાવી દેવામાં આવ્યો છે. હવે Gmail યુઝર્સને Gmail ના લોગોમાં ફક્ત M શબ્દ દેખાશે, જે લાલ, વાદળી, લીલો અને પીળો જેવા ટ્રેડમાર્ક કલરમાં છે. ટૂંક સમયમાં નવા અપડેટ્સ સાથે જ જીમેલ લોગો નવા અવતારમાં તમારી સામે આવશે. ગૂગલે Gmail ના લોગોમાં ફેરફારની સાથે જ પોપ્યુલર જી સૂટ સર્વિસને પણ રિબ્રેડીંગ કરી છે અને હવે તે જી સૂટ વર્કપ્લેસના નામથી ઓળખવામાં આવશે.

ભૂતકાળમાં ગૂગલે વીડિયો કોન્ફરન્સિંગ સર્વિસ મીટમાં પણ બે નવા ફીચર ઉમેરવાની જાહેરાત કરી હતી, જેનો ઉપયોગ 8 ઓક્ટોબરથી શરૂ થશે. હાલના સમયમાં ગૂગલે કેલેન્ડર,ડોક્સ, મીટ અને શીટ્સના લોગોને પણ અપડેટ કર્યા છે અને તેનો હેતુ Gmail ની ડિઝાઇન સાથે આ પ્રોડકટને મેચ કરવાનો છે.

Gmail લોગો હાલમાં રેડ કલરના ઇનવેલપની સાથે છે, જેમાં M વર્ડ ઇનવેલપના રૂપમાં છે. હવે કંપનીએ તેની ટીમ સાથે સલાહ કર્યા બાદ Gmailનો આઇકોનિક લોગો બદલવાનો નિર્ણય લીધો છે. જોકે, Gmail ટીમનું કહેવું છે કે આ પ્રક્રિયા સરળ ન હતી. જ્યારે પણ Gmailના લોગોમાં ફેરફાર માટે પ્રયત્નો શરૂ થયા, ત્યારે અમને નેગેટીવ રિસ્પોન્સ મળ્યો, ત્યારબાદ આ પ્રયત્નોનો પર અંત આવ્યો. હવે ઘણું વિચારણા કરીને Gmail લોગોમાં ફેરફાર કરવામાં આવ્યો છે અને તેને વધુ સારા દેખાવ સાથે રજૂ કરવામાં આવી રહ્યું છે. હવે Gmail નો લોગો એકદમ કલરફૂલ અને મોર્ડન લાગી રહ્યો છે.

_Devanshi