Site icon Revoi.in

બાંગરને બેટિંગ કોચ ન બનાવતા તેણે સીલેક્ટરને રુમમાં લઈ જઈને ધમકાવ્યો

Social Share

બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઈન ઈન્ડિયા તરફ બેટિંગ કોચ સંજય બાંગરની ત્યારે જ પૂછપરછ કરવામાં આવશે જ્યારે વહીવટી મેનેજર સુનીલ સુબ્રહ્મણ્યમ અથવા મુખ્ય કોચ રવિ શાસ્ત્રી આ મુદ્દે સત્તાવાર કોઈ રિપોર્ટ રજૂ કરશે. મળતી માહિતી મુજબ તાજેતરના વેસ્ટ ઇન્ડીઝ પ્રવાસ પર બાંગરના હોટલના રૂમમાં રાષ્ટ્રીય પસંદગીકાર દેવાંગ ગાંધી સાથે બોલાચાલી થઈ હતી.

સંજય બાંગડની જગ્યાએ વિક્રમ રાઠોડ હવે બેટિંગ કોચ રહેશે, બોર્ડના એક અધિકારીએ પીટીઆઈને જણાવ્યું હતું કે, “સંજય બાંગર હોટેલમાં દેવાંગ ગાંધીના રૂમમાં ઘૂસ્યા હતા અને તેમની સાથે અંદરોઅંદર ધીમા અવાજે વાત કરી હતી પણ આ વાતચીત બિલકુલ મૈત્રીપૂર્ણ નહોતી”

અધિકારીએ જણાવ્યું હતુ કે,સંજય બાંગડે સિલેક્ટરને ધમકી આપતા કહ્યું કે,પુરી ટીમ તેમની સાથે છે, અને તેમને કોચના પદ પરથી હટાવવાનો પસંદગીકર્તાઓનો નિર્ણય પલટી પણ શકે છે.એક રિપોર્ટ મુજબ બાંગડે કહ્યું કે “જો પસંદગીકારો તેને બેટિંગ કોચ તરીકે યોગ્ય ન માને તો તેમને રાષ્ટ્રીય ક્રિકેટ એકેડેમીમાં કોઈ ભૂમિકા અપાવી જોઈએ. ટીમ ઈન્ડિયાના સપોર્ટ સ્ટાફની નિમણૂક કરવાનો અધિકાર રાષ્ટ્રીય પસંદગી સમિતિ પાસે હોય છે”.

રાષ્ટ્રીય પસંદગી સમિતિ સ્પોર્ટ સ્ટાફની નિમણૂકનો હવાલો સંભાળે છે. સ્પોર્ટ સ્ટાફમાંથી માત્ર બાંગરને હટાવવામાં આવ્યા હતા, જ્યારે ભરત અરૂણ અને આર.કે. શ્રીધરને આ પદ પર યથાવત રાખવામાં આવ્યા છે. બીસીસીઆઈના અધિકારીઓએ ગાંધી અને બાંગાર વચ્ચેની જે કહાસુની થઈ તે વિશેની પુષ્ટિ કરી હતી, પરંતુ તેઓ વિચારતા નથી કે આ મામલો વધુ આગળ વધશે, કારણ કે હવે બાંગર બીસીસીઆઈ સાથે સહમત નથી.

અધિકારીએ કહ્યું કે, “વહીવટી મેનેજર સુબ્રહ્મણ્યમે પોતાના અહેવાલમાં આ ઘટનાનો ઉલ્લેખ કરવો પડશે. આ સિવાય મુખ્ય કોચ રવિ શાસ્ત્રીને પણ લેખિતમાં આપવું પડશે કે આવી કોઈ ઘટના બની છે. તેમણે કહ્યું, “જો તે ન થાય તો તેને સીઓએ સમક્ષ મૂકવાનો કોઈ પ્રશ્ન નથી.”

અધિકારીએ કહ્યું, ‘કોઈને પણ પદથી નીકાળવામાં આવે તો કોઈનું નિરાશ થવું સ્વાભાવિક છે. પરંતુ તેમને કેમ અવું લાગ્યું કે તેમનો કાર્યકાળ વધારવામાં આવશે. જો શાસ્ત્રી, અરૂણ અને શ્રીધરે સારુ પ્રદર્શન કર્યું તો તેમને કાયમ રાખવામાં આવ્યા. જો બાંગરનું પ્રદર્શન નબળું હતું,તો તેમને પદ પરથી હટાવવામાં આવ્યા અધિકારીએ જણાવ્યું હતું કે, ‘બાંગડે ગાંધીને પ્રશ્નો નહોતા પૂછવા,તેમને તેના પર ચીલ્લાવું તે ઉચ્ચીત નહોતું.