Site icon Revoi.in

HRD નું નામ હવે ‘શિક્ષામંત્રાલય’ – નવી શિક્ષણ નીતિને મોદી કેબિનેટની મળી મંજુરી-નવા અભ્યાસમાં 21મી સદીના ઈતિહાસનો ઉમેરો કરાશે

Social Share

માનવ સંસાધન વિકાસ મંત્રાલયનું નામ હવેથી શિક્ષા મંત્રાલય કરવામાં આવ્યું છે,આ નિર્ણય મોદી કેબિનેટની બેઠક દરમિયાન લેવામાં આવ્યો છે,આ બેઠકમાં મોદી સરકારે નવી શિક્ષણ પધ્ધતિને પણ મંજુરી આપી છે,આ સમગ્ર બાબતે  જાણકારી હવે સાંજે 4 વાગે સરકાર તરફથી યોજાનારી કેબિનેટ બ્રીફિંગમાં આપવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે,માનવ સંસાધન વિકાસ મંત્રાલયએ પ્રસ્તાવ રાખ્યો હતો કે, મંત્રાલયનું હાલનું નામ બદલીને શિક્ષા મંત્રાલય કરી દેવામાં આવે,ત્યારે હવે આ પ્રસ્તાવ પર મોદી કેબિનેટએ મોહર લગાવી છે,આ સાથે સાથે જ શિક્ષણની વની પધ્ધ્તિને પણ મંજુરી મળી ચૂકી છે,હવે સમગ્ર ઉચ્ચ શિક્ષણ ક્ષેત્ર માટે એક જ નિયમનકારી સંસ્થા હશે જેથી શિક્ષણ ક્ષેત્રેની અરાજકતા દૂર થઈ શકશે.

શિક્ષા મંત્રાલય દ્રારા ઉચ્ચ શિક્ષણ માટે એક જ નિયનકારી સંસ્થા ‘નેશનલ હાયર એજ્યુકેશન રેગુલેટરી ઓથોરિટી’ (એનએચઈઆરએ) અથવા ‘હાયર એજ્યુકેશન કમિશન ઓફ ઈન્ડિયા’ નક્કી કરી છે,રાષ્ટ્રીય શિક્ષણ નીતિનું નિર્માણ વર્ષ 1986મા કરવામા આવ્યું હતું અને વર્ષ 1992મા તેમાં કેટલાક ફેરફાર કરાયા હતા ત્યારે હવે 3 દાયકા જેટલા સમય બાદ તેમાં મોટા બદલાવ થવા જઈ રહ્યા છે.

કેન્દ્ર સરકારનું માનવું છે કે, શિક્ષણ ક્ષેત્રમાં મોટા પાયે ફેરફારની જરુર છે,જેથી કરીને ભારત વિશ્વમાં જ્ઞાનનો સુપરરાવર બની શકે,તે માટે તમામે સારી ગુણવત્તાનું શિક્ષણ આપવાની જરુર છે,જેથી કરીને પ્રગતિશીલ અને ગતિમાન સમાજનું નિર્માણ કરી શકાય.પાયાનું શિક્ષણ મજબુત બનાવવાની જરુર છે.

શિક્ષા મંત્રાલય દ્રાર પ્રાથમિક સ્તરે આપવામાં આવતી શિક્ષાની ગુણવત્તા સુધારવા માટે એક નવા રાષ્ટ્રીય અભ્યાસક્રમનું ફ્રેમવ્રક કરવા પર ભાર આપવામાં આવી રહ્યો છે,આ ફ્રેમવર્કમાં જુદી જુદી ભાષાઓનું જ્ઞાન,21મી સદીની કુશળતા,કોર્ષમાં રમત,કલા અને વાતાવરણ સાથે સંકળાયેલા જુદા જુદા મુદ્દાઓનો સમાવેશ પણ કરવામાં આવશે.

હવેથી શિક્ષણ નીતિ બદલશે,તમામ વિદ્યાર્થીઓને જીનવમાં જરુરી બને તે પ્રકારનું ગુણવત્તા સભર શિક્શણ આપવામાં આવશે જો કે આ બાબતે સમગ્ર માહિતી સાંજે 4 વાગે યોજાનારી  બેઠકમાં આપવામાં આવશે.દેશની શિક્ષણ દિશાને હવે નવી દિશામાં વેગ મળશે .

સાહીન