Site icon Revoi.in

આઈસીસી ક્રિકેટ રેન્કિંગ: ભારત ટેસ્ટમાં અને ઈંગ્લેન્ડ વનડેમાં શીર્ષસ્થ સ્થાને

Social Share

ભારત અને ઈંગ્લેન્ડે ગુરુવારે આઈસીસી રેન્કિંગના વાર્ષિક અપડેટ બાદ અનુક્રમે ટેસ્ટ અને વનડે ક્રિકેટ ટીમના રેન્કિંગમાં પોતાના ટોચના સ્થાનને જાળવી રાખ્યું છે. આઈસીસીના નિવેદન પ્રમાણે રેન્કિંગ અપડેટ 2015-16ના પરિણામને હટાવાયા બાદ કરવામાં આવ્યું હતું અને 2016-17 તથા 2017-18ના પરિણામના 50 ટકા અંક જ  સામેલ કરવામાં આવ્યા છે. 2019 વર્લ્ડ કપમાં હવે એક માસથી પણ ઓછો સમય બાકી બચ્યો છે અને ઈંગ્લેન્ડ વનડેમાં પહેલા ક્રમાંકે છે. જ્યારે ભારત ઈંગ્લેન્ડથી અંતર ઓછું સફળ રહ્યું છે. ઈંગ્લેન્ડથી ભારત માત્ર બે અંક જ પાછળ છે.

ટેસ્ટ રેન્કિંગમાં ભારત અને બીજા સ્થાન પર રહેલા ન્યૂઝીલેન્ડ વચ્ચેનું અંતર આઠ અંકથી ઘટીને માત્ર બે અંક રહ્યું છે. અપડેટ પહેલા ભારત 116 અને ન્યૂઝીલેન્ડ 108 અંક સાથે ટેસ્ટ રેન્કિંગમાં અનુક્રમે પહેલા અને બીજા સ્થાને હતા. પરંતુ વિરાટ કોહલીની ટીમની સાઉથ આફ્રિકામાં 0-2થી હાર અને શ્રીલંકા પર 2-1ની જીતને 2015-16નો હિસ્સો માનવામાં આવી હતી, જેના કારણે તેમણે ત્રણ અંક ગુમાવ્યા હતા. જ્યારે ન્યૂઝીલેન્ડની ઓસ્ટ્રેલિયા સામે 2-0ની હારને હટાવી દેવામાં આ અને તેનાથી તેને ત્રમ અંક મળ્યા હતા.

રેન્કિંગમાં એકમાત્ર પરિવર્તન થયું છે, જેમાં ઈંગ્લેન્ડે ચોથા સ્થાન પર ઓસ્ટ્રેલિયાને પછડાટ આપી અને તેને 105 અંક મળ્યા છે. ઓસ્ટ્રેલિયા છ અંકના નુકસાન સાથે 98 અંક પર છે, કારણ કે તેણે 2015-16માં પાંચમાંથી ચાર શ્રેણી જીતી હતી, પરંતુ તેને ગણતરીનો હિસ્સો બનાવવામાં આવી નથી. તો સાતમા સ્થાને પાકિસ્તાન અને આઠમા સ્થાને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેનું અંતર 11 અંકથી ઘટીને બે અંકનું થઈ ગયું છે.

વનડે રેન્કિંગમાં ઈંગ્લેન્ડની બાદશાહત હાલ યથાવત છે. પરંતુ વર્લ્ડ કપમાં ટોચના રેન્કિંગની ટીમ તરીકે જતા પહેલા તેણે આગામી એકમાત્ર વનડેમાં આયરલેન્ડને હરાવવું પડશે અને બાદમાં પાકિસ્તાનને ડોમેસ્ટિક સીરિઝમાં 3-2થી હરાવવું પડશે અથવા જો તે આયરલેન્ડ સામે હારી જાય, તો તેણે પાકિસ્તાનને -1થી અથવા તેનાથી વધારે સારી મ્હાત આપવી પડશે.

સાઉથ આફ્રિકાએ ન્યૂઝીલેન્ડને વનડે રેન્કિંગમાં ત્રીજા સ્થાનેથી હટાવી દીધું છે, જ્યારે એક અન્ય ફેરફારમાં વેસ્ટઈન્ડિઝની ટીમ શ્રીલંકાથી આગળ સાતમા સ્થાન પર પહોંચી ગઈ છે. કોઈપણ ટીમ ટોપ-10થી બહાર થઈ નથી, તેનાથી એ સુનિશ્ચિત થઈ ગયું છે કે વર્લ્ડ કપમાં ટોપ-10 રેન્કિંગની ટીમો જ રમશે.