Site icon Revoi.in

ICC ટી-20 રેન્કિંગમાં પાંચમા સ્થાને ટીમ ઈન્ડિયા, પાકિસ્તાન પહેલા ક્રમાંકે

Social Share

દુબઈ: ટીમ ઈન્ડિયા ત્રણ સ્થાન પાછળ ખસીને આંતરરાષ્ટ્રીય ટી-20 રેન્કિંગમાં પાંચમા સ્થાને પહોંચી ગઈ છે, જ્યારે પાકિસ્તાન ટોચના સ્થાને યથાવત છે. આઈસીસીએ શુક્રવારે ટી-20 ટીમ રેન્કિંગ જાહેર કર્યું છે. પાકિસ્તાનને 286 અંક, સાઉથ આફ્રિકાને 262 અંક, ઈંગ્લેન્ડને 261 અંક, ઓસ્ટ્રેલિયાને 261 અંક અને ભારતને 260 અંક રેન્કિંગમાં આપવામાં આવ્યા છે. સાઉથ આફ્રિકા બીજા અને ભારત પાંચમા સ્થાને છે.

હવે રેન્કિંગમાં 80 ટીમોને સામેલ કરવામાં આવી છે. તેમાં 2015-16ની શ્રેણીના પરિણામ હટાવી દેવામાં આવ્યા છે અને 2016-17 અને 2017-18ના પરિણામોના 50 અંક કરી દેવામાં આવ્યા છે. અફઘાનિસ્તાન અને શ્રીલંકા એક ક્રમાંક ઉપર ચઢીને અક્રમે સાતમા અને આઠમા ક્રમાંક છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝ નવામા સ્થાને ફેંકાયુ છે. નેપાળ 14માથી 11મા અને નામિબિયા 20મા સ્થાને આવ્યું છે.

ઓસ્ટ્રિયા, બોત્સવાના, લક્ઝમબર્ગ અને મોઝામ્બિક જેવી ટીમો પહેલીવાર આ રેન્કિંગમાં સ્થાન પામી છે. જેમાં મે-2016થી અન્ય આઈસીસી સદસ્ય દેશો વિરુદ્ધ છ મેચ રમી ચુકેલી તમામ સદસ્ય દેશોની ટીમોને સામેલ કરવામાં આવી છે. મહિલા રેન્કિંગમાં ટીમોને અન્ય ટીમો વિરુદ્ધ ગત ત્રણથી ચાર વર્ષમાં છ મેચ રમવી જરૂરી છે.