Site icon Revoi.in

વર્લ્ડકપ: દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ મેચના 3 દિવસ પહેલા કોહલી ઇજાગ્રસ્ત, શંકર-જાદવના રમવા અંગે પણ શંકા

Social Share

વર્લ્ડકપમાં ભારતીય ટીમની પહેલી મેચ 5 જૂનના રોજ દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ રમાવાની છે. તેના ત્રણ દિવસ પહેલા ટીમ ઇન્ડિયા માટે ખરાબ સમાચાર છે. કેપ્ટન વિરાટ કોહલી પ્રેક્ટિસ સેશન દરમિયાન ઇજાગ્રસ્ત થઈ ગયો. શનિવારે પ્રેક્ટિસ સેશન દરમિયાન તેના જમણા હાથના અંગૂઠામાં ઇજા થઇ. કોહલી પહેલા વિજયશંકર અને કેદાર જાધવ પણ ઇજાગ્રસ્ત હતા. બંનેને ફિટ જાહેર કરી દેવામાં આવ્યા છે, પરંતુ પહેલી મેચમાં તેમના રમવા અંગે શંકા છે. કારણ એ છે કે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ શંકર પ્રેક્ટિસ મેચ નહોતો રમ્યો, જ્યારે કેદાર બંને વોર્મ-અપ મેચની બહાર હતો.

ઇજા પછી કોહલી ઘણીવાર સુધી ટીમના ફિઝિયો પેટ્રિક ફારહાર્ટની સાથે વાત કરી અને તેમની પાસે ટ્રીટમેન્ટ લેતા દેખાયા. ફારહાર્ટે પહેલા તો તેમના ઇજાગ્રસ્ત અંગૂઠા પર સ્પ્રે કર્યું. પ્રેક્ટિસ સેશન પછી કોહલી અંગૂઠા પર બરફ લગાવતો જોવા મળ્યો. મેદાનની બહાર જતી વખતે તેના હાથમાં બરફથી ભરેલો ગ્લાસ હતો, જેમાં તેણે પોતાનો અંગૂઠો ડૂબાવી રાખ્યો હતો.

વિરાટને થયેલી આ ઇજા વિશે અત્યાર સુધી એ જાણી શકાયું નથી કે તેને બેટિંગ દરમિયાન ઇજા થઇ કે પછી ફિલ્ડીંગ દરમિયાન. બીસીસીઆઇ તરફથી વિરાટને થયેલી આ ઇજા વિશે હાલ કોઈ અધિકૃત જાણકારી નથી આપવામાં આવી નથી.