Site icon Revoi.in

ઈમરાન ખાન આટલા ઉદાર હોય, તો મસૂદ અઝહરની ભારતને કરે સોંપણી: સુષ્મા સ્વરાજ

Social Share

ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે એક કાર્યક્રમ દરમિયાન પાકિસ્તાન પર આકરા વાકપ્રહારો કર્યા છે. તેમણે કહ્યું છે કે જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં કરે, ત્યાં સુધી તેની સાથે કોઈ વાતચીત થઈ શકે તેમ નથી. સુષ્મા સ્વરાજે કહ્યું છે કે આતંકવાદ અને વાતચીત એકસાથે ચાલી શકે નહીં. તેમણે કહ્યું છે કે જો પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન આટલા જ ઉદાર છે, તો મસૂદ અઝહરની ભારતને સોંપણી કેમ કરતા નથી?

વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યું છેકે પુલવામા હુમલા બાદ તેમણે ઘણાં દેશોને અવગત કર્યા હતા કે ભારત, પાકિસ્તાનની સાથે પરિસ્થિતિ વણસવા દેશે નહીં, પરંતુ પાકિસ્તાનમાંથી કોઈપણ હુમલો થશે તો તેઓ ચુપ પણ રહેશે નહીં. મોદી સરકારની વિદેશ નીતિ પર એક થિંક ટેન્કને સંબોધિત કરતા ભારતના વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે કહ્યું છે કે પાકિસ્તાનને ચિંતા છે કે ભારત સ્થિતિને ખરાબ કરશે અને આ મુદ્દા પર ઘણાં વિદેશ પ્રધાનો સાથે તેમની વાતચીત થઈ છે.

સુષ્મા સ્વરાજે કહ્યું છેકે મને વિદેશ પ્રધાનોના કૉલ આવ્યા છે, તેઓ સૌથી પહેલા પુલવામા હુમલા પર શોક પ્રગટ કરે છે, પછી એકજૂટતા વ્યક્ત કરે છે અને બાદમાં તેઓ ધીરેથી કહે છે કે અમને લાગે છે કે ભારત સ્થિતિ ખરાબ કરશે નહીં. તેમણે કહ્યું છે કે આના પર તેઓ જવાબ આપતા રહ્યા છે કે નહીં. તેઓ આશ્વસ્ત કરે છે કે ભારત સ્થિતિને ખરાબ કરશે નહીં, પરંતુ કોઈપણ આતંકી હુમલો થશે, તો અમે ચુપ નહીં બેસીએ, કારણ કે પુલવામા એટેકને અમે અમારી નિયતી કહી શકીએ નહીં.

ઈન્ડિયાઝ વર્લ્ડ-મોદી ગવર્નમેન્ટ્સ ફોરેન પોલિસી પર વાતચીત કરતા સુષ્મા સ્વરાજે કહ્યું છે કે પાકિસ્તાનને આઈએસઆઈ અને પોતાની સેનાને નિયંત્રણમાં લેવાની જરૂરત છે. પાકિસ્તાની સેના અને આઈએસઆઈ બંને દ્વિપક્ષીય સંબંધોને બરબાદ કરવાનું કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું છેકે ભારત આતંકવાદ પર વાતચીત નહીં, પણ કાર્યવાહી થાય તેવું ઈચ્છે છે. આતંકવાદ અને વાતચીત સાથે-સાથે ચાલી શકે નહીં.

સુષ્મા સ્વરાજે ભારત દ્વારા બાલાકોટમાં કરવામાં આવેલા ભારતીય વાયુસેનાના હવાઈ હુમલાની કાર્યવાહી બાદ પાકિસ્તાનના પલટવાર સંદર્ભે પુછાયેલા સવાલનો પણ જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતે ખાસ કરીને આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદના ઠેકાણાને નિશાન બનાવ્યા હતા. તેમણે કહ્યું છે કે જૈશ-એ-મોહમ્મદ તરફથી પાકિસ્તાની સેનાએ ભારત પર હુમલો કેમ કર્યો ?  પાકિસ્તાન માત્ર જૈશ-એ-મોહમ્મદને પોતાની જમીન પર પાળી જ રહ્યુ નથી, પરંતુ તેને નાણાંકીય ફંડ પર પુરુ પાડી રહ્યું છે અને જ્યારે પીડિત દેશ પ્રતિરોધ કરે છે, તો પાકિસ્તાન આતંકી સંગઠન તરફથી તેના પર હુમલો કરે છે. સુષ્મા સ્વરાજે કહ્યું છે કે જો ઈમરાન ખાન એટલા જ ઉદાર છે અને રાજનીતિજ્ઞ છે, તો તેમણે અમને મસૂદ અઝહર સોંપી દેવો જોઈએ. ભારતના વિદેશ પ્રધાને કહ્યુ છે કે ભારતના પાકિસ્તાન સાથે સારા સંબંધો હોઈ શકે છે, પરંતુ શરત એટલી છે કે પાડોશી દેશ પોતાની મીન પર આતંકી સમૂહો વિરુદ્ધ કાર્યવાહી કરે.