Site icon Revoi.in

ફિલ્મ ‘છિછોરે’ જોવા જવાના છો,તો વાંચો આ રિવ્યૂઃ’છિછોરે’ દર્શકોના દિલ જીતવામાં સફળ,કૉલેજ લાઈફની યાદ અપાવે છે આ ફિલ્મ

Social Share

આજે શુક્રવાર એટલે મૂવી રિલીઝ ડે,દર શુક્રવારે સિનેમા ઘરોમાં ફિલ્મો રિલીઝ થતી હોય છે,ત્યારે આજે સુશાંત સિંહ રાજપુત,શ્રધ્ધા કપુર,વરુણ શર્મા અને પ્રતિક બબ્બર જેવા શાનદાર સ્ટારર્સથી ભરેલી ફિલ્મ ‘છિછોરે’ રિલીઝ થઈ ચુકી છે, વર્ષ 2016માં ‘દંગલ’ જેવી સુપરહિટ ફિલ્મ આપનારા ડાયરેક્ટર નિતેશ તિવારીના નિર્દેશન  હેઠળ બનેલી આ ‘છિછોરે’ ફિલ્મને સોશિયલ મીડિયામાં દર્શકોએ ખબૂ જ સારા રિવ્યું આપ્યા છે અને આ ફિલ્મના ખૂબ વખાણ પણ કર્યા છે.

આજકાલ યંગસ્ટર્સ પોતાની કોઈ પણ વાત રજુ કરવા માટે ટ્વિટરનો ઉપયોગ વધુ કરે છે ત્યારે આ ફિલ્મનો રુવ્યૂ માટે પણ લોકોએ ટ્વિટર પર પસંદગી ઉતારી છે અને ટટ્વિટર જોઈને જ આપણાને ખબર પડી જશે કે આ ફિલ્મ જોઈને આવેલા દર્શકો ઘણા ખુશ છે,આ ફિલ્મની એક ખાસ વાતે લોકોના દિલ જીત્યા છે, દરેક ફિલ્મ જોઈને આવેલા ઓડિયન્સે આ ખાસ વાતને લઈને લોકોને આ ફિલ્મ ચોક્કસ જોવાની વાત કરી છે.

‘છિછોરે’ ફિલ્મ જોઈને દર્શકોને કૉલેજના દિવસોની યાદ તાજી થઈ ગઈ છે,આ ફિલ્મ જોઈને આવેલા મોટા ભાગના ઓડિયન્સે આ ફિલ્મની ખાસ વાતમાં કૉલેજ લાઈફનો ઉલ્લેખ કર્યો છે,આ ફિલ્મ, એ દોસ્તોની કહાનિ છે કે જે દરેકની લાઈફમાં જોવા મળે છે,આ ફિલ્મ જોતા જ આપણાને આપણા કૉલેજના દિવસો ,ફ્રેન્સ,મસ્તી બધાની એક યાદોનું પડીકુ આપણી સામે ખુલી જશે,અને જેમાંથી આપણાને અનેક જુની યાદો તાજી થશે,ફિલ્મ જોતા આપણે આપણી જ જાતને ફિલ્મમાં મહેસુસ કરીશું.આપણે સિનેમા ઘરમાં હોવા છતા આપણા ભૂતકાળમાં જતા રહીશું ્ને આપણા એ કૉલેજકાળના વિદસોને આ ફિલ્મ સાથે સરખાવશું.

સુશાંત સિંહ અને શ્રધ્ધા કપુરની આ ફિલ્મ દોસ્તી અને ઈમોશનથી ભરપુર છે,સાથે સાથે ફિલ્મમાં એક સ્ટ્રોંગ મેસેજ પણ છે, આ ફિલ્મને જોતા જ કૉલેજ સમયના જુના દિસવો યાદ આવશે.જો ફિલ્મમાં એકટિંગની વાત કરીયે તો સુશાંત અને શ્રધ્ધા સિવાય વરુણ અને પ્રતિકની એક્ટિંગ પણ શાનદાર છે.ફિલ્મ એક ઈમોશન અને દોસ્તીનું ફુલ પેકેજ છે.