Site icon Revoi.in

ભગવાન જગન્નાથની રથયાત્રામાં વિવાદમાં સપડાયેલી નુસરત જહાં સિંદુર અને મંગલસુત્ર સાથે મુખ્ય મહેમાન બનીઃ

Social Share

એક્ટર્સથી સાંસદમાં આવનારી નુસરત જહાં છેલ્લા ધણા સમયથી વિવાદમાં સપડાઈ છે ત્યારે ફરી એક વાર નુસરતે લગાવેલું સિંદુર અને તેણે પહરેલી સાડી અને ભગવાન જગન્નાથના રથનો પ્રારંભ તેના વિવાદનું કારણ બની છે એટલુંજ નહી પણ સાથે સાથે આ લુકમાં નુસરત પોતોના પતી નિખિલ જૈન સાથે જોવા મળી હતી.

તૃણમૃલની કોંગ્રેસ સાંસદ અને બંગાલી અભિનેત્રી તરીકે જાણીતી નુસરત જહાં પોતાના પર થયેલા તમામ વિવાદોથી પરે થઈ ને કોલકતામાં ભગવાન જગન્નાથની રથયાત્રામાં મુખ્ય મહેમાન બનીને ઉપસિથિત રહી હતી અને નુસરત જહાંએ બંગાલના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે રહીને ભગવાન જગન્નાથના રથને પ્રસ્થાન કરાવ્યું હતું તો સાથે નુસરત જહાંનો પતી લિખિલ જૈન પણ આ યાત્રામાં ઉપસ્થિત રહ્યા હતા.

 રથયાત્રાના મુખ્ય મહેમાન બનેલ નુસરતે પેરોટ ગ્રીન સાડી પહેરી હતી  સાથે સાથે તેણે માંગમા સિંદુર અને ગળામાં મંગળસુત્ર પણ પહેરેલું જોવા મળ્યુ હતુ. નુસરત જહાંનો આ લુંક લોકોના આકર્ષણનું ક્નેદ્ર બન્યું હતું .ધણા વિવાદમાં ધેરાયેલ નુસરતે મીડિયા સાથે ખાસ વાતચીત કરી હતી. મિડીયા સાથેની વાતચીતમાં તેણે જણાવ્યું હતું કે “હું દરેક ધર્મનું સન્માન કરુ છું હું જન્મથી મુસલમાન છું અને ઈસ્લામમાં વિશ્વાસ રાખું છું મને લઈને લોકોએ  કારણ વગરનો વિવાદ ફેલાવ્યો છે ” તમને જણાવી દઈએ કે  પહેલા નુસરત લાલ ચુડો અને માથામાં સિદુંર ભરીને સાસંદમાં શપથ લેવા માટે હાજર રહી હતી ત્યારે પણ તે ધામિર્ક વિવાદમાં સપડાઈ હતી પરંતુ નુસરતે તે વાતનો મુહતોડ વળતો જવાબ આપ્યો હતો. અભિનેત્રી નુસરતે જુન મહિનામાં નિખિલ જૈન સાથે હિંદુ રિતરિવાજથી લગ્ન ગ્રંથીમાં જોડાઈ હતી અને તે કોગ્રેસની સાસંદ પણ છે જેના કારણે લોકો દ્વારા તેને ખુબજ ટ્રોલ કરવામાં આવી રહી છે. નુસરતે દરેક વાદવિવાદને પડતો મુકીને ઉત્સાહભેર આ રથયાત્રામાં જોડાવાનો નિર્ણય લીધો હતો, પોતે ઈસ્લામ ધર્મથી હોવા છતા ભગવાન જગન્નાથની રથયાત્રામાં સામેલ થવાને લઈને તે ધણા દિવસથી ચર્ચામાં રહી છે.