Site icon Revoi.in

UNGA માં પરમાણુ હથિયારોના પૂર્ણ નિશસ્ત્રીકરણ પર ભારતે સહમતિ દર્શાવી

Social Share

ઈતિહાસમાં જ્યારે બીજા વિશ્વયુદ્ધ દરમિયાન અમેરીકા દ્વારા જાપાન પર અણુ બોમ્બ અટેક કરવામાં આવ્યો  ત્યાર બાદ જાપાનની જે સ્થિતિ જોવા મળી રહી જેની ગંભીરતા લઈને વિશ્વભરમાં પરમાણુ શસ્ત્રોના નિશસ્ત્રીકરણની માંગએ જોર પકડ્યું છે. યુનાઇટેડ નેશન્સ દ્વારા પરમાણું હથિયારોના નાબૂદ માટેની આ પહેલ કરવામાં આવી ચૂકી છે

સંયૂક્ત રાષ્ટ્ર મહાસભા યૂએનજીએની બેઠકમાં ‘પરમાણુ શસ્ત્રોના નાબૂદ’ ને પ્રોત્સાહન આપવા આટે આંતરરાષ્ટ્રીય દિવસ પર વિદેશ સચિવ હર્ષવર્ધન શ્રૃંગલાએ કહ્યું  કે, ભારત પરમાણુ શસ્ત્રોના નિશસ્ત્રીકરણ માટે પોતોની સહમતિ દર્શાવે સંમત છે.

વિદેશ સચિવ હર્ષ વર્ધન શ્રિંગલાએ કહ્યું હતું કે, ભારત સાર્વત્રિક અને બિન-ભેદભાવયુક્ત પરમાણુ નિશસ્ત્રીકરણ પ્રત્યેની તેમની લાંબા સમયની અને અવિરત પ્રતિબદ્ધતાને પુનર્નિર્માણ કરે છે, જેનાથી પરમાણુ શસ્ત્રોનો સંપૂર્ણ નાબૂદ થાય છે.

શ્રૃંગલાએ વધુમાં કહ્યું કે, ભારત વિશ્વના એકમાત્ર બહુપક્ષિય નિરશસ્ત્રીકરણ  મંચ તરીકે આ સંમેલનને ઉચ્ચ પ્રાથમિકતા આપે છે અને વ્યાપક પરમાણુ શસ્ત્રો પરિષદ પર વાટાઘાટો શરૂ કરવાને સંપૂર્ણ સમર્થન આપે છે.

સાહીન-