Site icon Revoi.in

ભારતે ચોથી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાને હરાવ્યુ, 2-1થી પોતાના નામે કરી સીરીઝ

Social Share

દિલ્હીઃ ભારતીય ક્રિકેટ ટીમે ઈતિહાસ રચ્યો છે. બ્રિસ્બેનમાં રમાયેલી ચોથી ટેસ્ટમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 3 વિકેટે પરાજય આપીને ટેસ્ટ સિરીઝ 2-1થી જીતી લીધી છે. બ્રિસ્બેનમાં 33 વર્ષથી ઓસ્ટ્રેલિયા હાર્યું નથી. જો કે, આજે ભારતીય ક્રિકેટ ટીમે આ કરી બતાવીને ગાબાના મેદાન ઉપર ઓસ્ટ્રેલિયાની જીતની પરંપરા તોડી નાખી છે.

ઓસ્ટ્રેલિયા સાથેની ચોથી ટેસ્ટમાં 329 રનના ટ્રાર્ગેટ સાથે મેદાનમાં ઉતરેલી ભારતીય ટીમે ટેસ્ટના પાંચમાં દિવસે 7 વિકેટ ગુમાવીને જીત હાંસલ કરી હતી. 329 રનનો ટ્રર્ગેટ ચેસ કરવા બેટીંગમાં ઉતરેલી ભારતીય ટીમના ઓપનર રોહિત શર્મા 7 રન બનાવીને આઉટ થયો હતો. જ્યારે શુભમાન ગીલે 91, ચેતેશ્વર પુજારાએ 56, રહાણેએ 24, ઋષભ પંથે 89, મયંક અગ્રવાલે 9, વોશિંગટન સુંદરે 22 અને શાર્દુલ ઠાકુરે 2 રન બનાવ્યાં હતા.

ભારતીય ટીમે પ્રથમ વિકેટ ગુમાવ્યા બાદ શુભમાન ગીલ અને ચેતેશ્વર પુજારાએ વિકેટ સાચવીને રન બનાવ્યાં હતા. બંને બેસ્ટમેનોએ જ ભારતીય જીતનો પાયો નાખ્યો હતો. ઓસ્ટ્રેલિયાના પેટ કમીન્સે 24 ઓવરમાં 55 રન આપીને ભારતની ચાર વિકેટ મેળવી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગત વખતે ભારતે ઓસ્ટ્રેલિયાને તેના ઘર આંગણે વર્ષ 2018-19માં ટેસ્ટ સિરીઝમાં 2-1થી હરાવ્યું હતું. ભારતીય ટીમે બોર્ડર-ગાવાસ્કર ટ્રોફી સતત ત્રીજી વાર પોતોના નામે કરીને જીતની હેટ્રીક કરી છે. વર્ષ 2016-17માં પણ ભારતે ઓસ્ટ્રેલિયાને તેના ઘરઆંગણે હાર આપી હતી.