Site icon Revoi.in

IT સેક્ટરમાં વધી રોજગારની તકો, TCS-ઇન્ફોસિસમાં હાયરિંગ 300% સુધી વધ્યું

Social Share

રિક્રુટમેન્ટ (ભરતી)ના મામલે છેલ્લા કેટલાંક વર્ષ ભારતીય આઇટી સેક્ટર માટે સારા નથી રહ્યા. જોકે હવે પરિસ્થિતિ ઝડપથી બદલાઈ રહી છે. ફોર્ચ્યુન મેગેઝિનના જણાવ્યા પ્રમાણે, ટીસીએસ અને ઇન્ફોસિસ જેવી મોટી કંપનીઓ ખૂબ ઝડપથી ભરતીઓ કરી રહી છે. બંને કંપનીઓએ પાછલા નાણાકીય વર્ષમાં હજારો નવી નોકરીઓ આપી છે. ગયા વર્ષની સરખામણીએ તેમના હાયરિંગમાં 300%નો વધારો થયો છે. જાણો હાયરિંગ વિશેની કંપનીઓની મોટી વાતો.

2017-18માં બંને કંપનીઓએ સંયુક્ત રીતે કુલ 11,000 પ્રોફેશનલ્સને જ હાયર કર્યા હતા. ટીસીએસ એ 2017-18માં 7775 કર્મચારીઓને નોકરી પર રાખ્યા, જ્યારે આ વર્ષે 3 ગણા વધુ લોકોને હાયર કર્યા છે.