Site icon Revoi.in

ભારતીય ખેલાડી હિમા દાસે પોલેન્ડમાં વગાવ્યો પોતાનો ડંકોઃ 200 મીટર રેસમાં મેળવ્યું ગોલ્ડ મેડલ

Social Share

ભારતીય ખેલાડી અને મૂળ આસામની 19 વર્ષની હિમા દાસે ફરી એકવાર ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યું છે.  પોલેન્ડમાં પોઝનાન એથ્લેટિક્સ ગ્રાન્ડ પ્રિક્સ 2019માં 200 મીટરની રેસમાં હિમાદાસે ગોલ્ડ મેડલ જીત્યું છે .હિમા એ આ 200 મીટરની રેસ માત્ર 23.65 સેકન્ડમાં પુરી કરી હતી અને ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યું હતું જ્યારે બીજી ભારતીય ખેલાડી વિ.કે વિસ્માયાએ 23.75 સેકેન્ડમાં આ રેસને પૂરી કરી હતી અને બ્રોન્ઝ મેડલ મેળવ્યું હતું . આસામના સીએમ સર્બાનંદ સોનોવાલેએ  ટ્વિટર પર ટ્વિટ કરીને હિમા દાસને શૂભેચ્છા પાઠવી હતી .

 ભારતીય ખેલાડી હિમા દાસે ભારતનું નામ રોશન કર્યું છે. આ પહેલા પણ તેણે રમત ગમત ક્ષત્રે અનેક સિધ્ધિઓ હાંસિલ કરી છે તેણે જકાર્તા એશિયન ગેમ્સમાં પણ પણ ગોલ્ડ મેડલ જીતીને લોકોનું ધ્યાન કેન્દ્રીત કર્યું હતું. 2018માં હિમા દાસને રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ દ્વારા અર્જૂન એવોર્ડથી સન્માનિત કરવામા આવી હતી આમ રમત ગમત ક્ષેત્રે  હવે ભારતીય યુવતી પણ મોખરાનું સ્થાન ધરાવે છે. ભારત દેશની યુવતીઓ  હવે બીજા દેશમાં રમત જીતીને પોતાનો ડંકો વગાડી પોતાના દેશનું નામ રોશન કરી રહી છે.