Site icon Revoi.in

ઓસ્કાર-2022 માં ભારતની પત્રકારત્વ પર બનેલી ડોક્યુમેન્ટ્રી ‘રાઈટિંગ વીથ ફાયર’ થઈ નોમિનેટ

Social Share

દિલ્હીઃ- વિશ્વ ભરમાં જાણીતો પુરસ્કાર ગણાતા ઓસ્કારને લઈને મહ્વના સમાચાર સામે આવી રહ્યા છએ પ્રાપ્ત માહિતી પ્રમાણે 94મા ઓસ્કાર એવોર્ડના અંતિમ નોમિનેશનની યાદી જાહેર કરવામાં આવી છે. ફિલ્મ જગત સાથે જોડાયેલા કલાકારો આ પ્રતિષ્ઠિત એવોર્ડ શોના નોમિનેશનની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ઓસ્કાર એ માત્ર એક એવોર્ડ નથી પરંતુ તેને કલાની દુનિયાના સૌથી મોટા સન્માન તરીકે જોવામાં આવે છે.

આ યાદીમાં ભારતની ડોક્યુમેન્ટ્રી ‘રાઈટીંગ વિથ ફાયર’ને પણ સ્થાન મળ્યું છે. ઉલ્લેખનીય છે કે મંગળવારે સાંજે જ એકેડેમી ઓફ મોશન પિક્ચર આર્ટસ એન્ડ સાયન્સના સોશિયલ મીડિયા એકાઉન્ટ પર આ નોમિનેશનની જાહેરાત કરવામાં આવી છે. આવી સ્થિતિમાં ભારતની ડોક્યુમેન્ટરીના નોમિનેશનમાં પસંદગી પામવી એ ગર્વની વાત છે.

ઓસ્કાર 2022 માટે નામાંકિત ભારતની ડોક્યુમેન્ટ્રી ‘રાઈટીંગ વિથ ફાયર’ પત્રકારત્વ પર આધારિત છે. આ ડોક્યુમેન્ટરીનું નિર્દેશન સુષ્મિત ઘોષ અને રિન્ટુ થોમસે કર્યું છે. ‘રાઈટીંગ વિથ ફાયર’માં બતાવવામાં આવ્યું છે કે દલિત મહિલાઓની મદદથી બહાર પાડવામાં આવતું સમાચાર લહરિયા કેવી રીતે શરૂ થયું?

આ અખબારને ડિજિટલ માધ્યમમાં લાવવા માટે દલિત મહિલાઓને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તે ડોક્યુમેન્ટ્રીમાં દર્શાવવામાં આવ્યું છે. ખાસ વાત એ છે કે આ ડોક્યુમેન્ટ્રીને અત્યાર સુધી ઇન્ટરનેશનલ પ્લેટફોર્મ પર 20 થી વધુ એવોર્ડ મળ્યા છે. આવી સ્થિતિમાં લોકોને આશા છે કે આ વખતે ઓસ્કાર એવોર્ડ ચોક્કસપણે ભારત આવશે.