Site icon Revoi.in

અમેરિકા: અહીંયા મળ્યો સોનાનો રહસ્યમય સ્તંભ, લોકોએ એલિયન્સનો ભય કર્યો વ્યક્ત

Social Share

વૉશિંગ્ટન: વિશ્વમાં અનેક રહસ્યમયી કિસ્સાઓ બનતા હોય છે કે એ પ્રકારની રહસ્યમત વસ્તુઓ મળી આવતી હોય છે જેને જોઇને આપણે આશ્ચર્યચકિત થઇ જતા હોય છે. આવો જ એક રહસ્યમય સોનાનો સ્તંભ અમેરિકાના કોલંબિયામાં મળી આવ્યો છે. સ્થાનિક લોકો તેને જોઇને આશ્ચર્યચકિત થયા છે અને તેઓનું માનવું છે કે આ પહેલા અમેરિકાના યુટાનાં રણમાં ત્યારબાદ કેલિફોર્નિયા, રોમાનિયા અને અન્ય સ્થળોમાં જોવા મળેલા કુલ 5 સોનાનાં સ્તંભોને નિયંત્રિત કરનારો માસ્ટર મોનિલિથ તો નથી ને.

કોલંબિયાના લોકો આ સોનાના સ્તંભને જોઇને ચિંતામાં આવી ગયા છે. તેઓ એ મૂંઝવણમાં મૂકાય છે કે આ સ્તંભ લગાવવાનું કામ ક્યાંક એલિયન્સનું તો નથી ને. તો બીજી તરફ ધ મોસ્ટ ફેમસ આર્ટિસ્ટએ આ સ્તંભોની જવાબદારી લીધી છે.

તેની સ્થાપના મૈટી મોએ લીધી છે, આ જુથ કથિત રીતે વિશ્વભરમાં ધાતુનાં ત્રણ પ્રકારનાં સ્તંભો વેચી રહ્યા છે, તેની કિંમત 45 હજાર ડોલર છે. જ્યારે મોને પૂછવામાં આવ્યું કે મોનોલિથ હવે તેમના નિયંત્રણની બહાર છે.

નોંધનીય છે કે કેલિફોર્નિયામાં લગાવવામાં આવેલા આ રહસ્યમય સ્તંભને અમેરિકાનાં દક્ષિણપંથી યુવકોએ ઉખાડી ફેંક્યો હતો અને બાદમાં તે સ્થાને લાકડાનો એક ક્રોસ સ્થાપિત કરી દીધો અને તે સોનેરી સ્તંભને ખીણમાં ફેંકી દીધો.

(સંકેત)