Site icon Revoi.in

આ છે દુનિયાનું સૌથી નાનું રાજ્ય, જ્યાં માત્ર 11 લોકો રહે છે અને 1 રાજા રાજ કરે છે

Social Share

અત્યાર સુધી તમે ઇતિહાસ વિશે વાંચો કે સાંભળો તો તમે મોટા ભાગે વિશ્વના સૌથી મોટા સામ્રાજ્યો વિશે સાંભળ્યું હશે. જેમાં બ્રિટિશ સામ્રાજ્ય વિશે કહેવાતું હતું કે તેનો સૂરજ ક્યારેય ડૂબતો નથી. જ્યારે ચંગેઝ ખાનની સલ્તનતે ચીનથી લઇને હિંદુસ્તાનમાં રાજ્ય કર્યું હતું. જો કે આજે અમે આપને એવા રાજ્ય વિશે જણાવવા જઇ રહ્યા છીએ જે વિશ્વનું કદાચ સૌથી નાનું રાજ્ય હશે.

આજે અમે આપને નાના સામ્રાજ્ય વિશે જણાવીશું. વિશ્વનું લગભગ આ સૌથી નાનું સામ્રાજ્ય ઓડિનની ખાડીમાં ઇટલીના સાર્ડિનિયા તટથી દૂર ટવોલારા પાસે એક નાના દ્વીપ પર આવેલું છે. ટવોલારા પાંચ કિલોમીટર લાંબા વિસ્તારમાં ફેલાયેલું છે અને 1 કિલોમીટર પહોળુ છે અને તે સમુદ્રની વચ્ચે આવેલું છે.

આ નાના રાજ્યની વસતી સાંભળીને પણ તમે દંગ રહી જશો. આ રાજ્યમાં માત્ર 11 લોકો વસવાટ કરે છે. ટોનિયો બર્તલિઓની ટ્વોલારાના રાજા છે. જો કે તેઓ રાજાની જેમ નથી રહેતા. તેઓ સાદાઇપૂર્વક રહે છે. તેમનો પહેરવેશ પણ સામાન્ય માણસ જેવો જ છે.

ટવોલારાના રાજ ટોનિયો બર્તલિઓની ત્યાં એક રેસ્ટોરન્ટ ચલાવે છે. તેમની પાસે એક બોટ પણ છે. રાજ્ય ખૂબ જ નાનું હોવા છત્તાં ત્યાંના રાજા પોતાના દેશની સલ્તનતને ખૂબ જ ગંભીરતાપૂર્વક લે છે અને રક્ષા કરે છે.

(સંકેત)