Site icon Revoi.in

ઈઝરાયલમાં સડક પર ઉતર્યા 20 હજાર ઈથોપિયન મૂળના લોકો, આગચંપી અને પ્રદર્શન

Social Share

તેલઅવીવ, ઈઝરાયલના પાટનગર તેલઅવીવમાં હજારો ઈથોપિયન મૂળના લોકો સડક પર ઉતરી આવ્યા છે. દેખાવ કરી રહેલા લોકોની સંખ્યા 20 હજારની આસપાસ ગણાવાઈ રહી છે. 24 કલાકથી ભીડ આગચંપી અને સૂત્રોચ્ચાર કરી રહી છે. ઈથોપિયન મૂળના લોકોનો આરોપ છે કે ઈઝરાયલની પોલીસ તેમના ઉપર માત્ર ઝુલમ કરતી નથી, પરંતુ તેમની સાથે રંગભેદ કરીને તેમને અપમાનિત કરાઈ રહ્યા છે.

આ મામલો ત્યારે ભડક્યો જ્યારે 18 વર્ષના એક યુવકનું પોલીસ ફાયરિંગમાં મોત નીપજ્યું હતું. વીસ હજારની ભીડ સડક પર પ્રદર્શન કરી રહી છે. હિંસા રોકવા માટે એન્ટી રાઈટ પોલીસે ટિયરગેસના સેલનો ઉપયોગ કર્યો છે.

ઘોડેસવાર પોલીસની વિશેષ ટુકડી પણ ભીડ પર કાબુ મેળવવાની કોશિશ કરતી દેખાઈ છે. ઈઝરાયલ પોલીસે યુવક પર ગોળી ચલાવનારા પોતાના અધિકારીની ધરપકડ કરી લીધી છે.

ન્યૂઝ એજન્સી રોયટર્સે જે વીડિયો ટ્વિટ કર્યો છે, તેમાં દેખાવકારો સડક પર આગચંપી કરતા દેખાઈ રહ્યા છે. વીડિયોમાં દેખાવકારોના હાથમાં પોસ્ટર, બેનર છે અને તેઓ સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તે વખતે તેમણે સડક કિનારે ઉભેલી ગાડીઓને આગના હવાલે કરી છે. તે દરમિયાન પોલીસે ભીડને વિખેરવા માટે ટિયરગેસનો ઉપયોગ કર્યો છે. ઈઝરાયલ પોલીસે દેખાવમાં સામેલ ઘણાં લોકોની પણ ધરપકડ કરી છે.