Site icon Revoi.in

ઈસરોની વધુ એક હરણફાળ, દુશ્મનો પર નજર રાખનારા EMISET સહીત 29 ઉપગ્રહો કર્યા લોન્ચ

Social Share

ઈસરોએ ફરી એકવાર અંતરીક્ષ ક્ષેત્રમાં મોટી સિદ્ધિ પ્રાપ્ત કરી છે. ઈસરોએ ઈતિહાસ રચતા પીએસએલવી-સી45ને લોન્ચ કર્યો છે. શ્રીહરિકોટાના સતીષ ધવન અંતરીક્ષ કેન્દ્ર પરથી પીએસએલવી-સી45ની મદદથી આ મિશનને સવારે 9-27 વાગ્યે લોન્ચ કરવામાં આવ્યું હતું.

પીએસએલવી-સી45 દ્વારા ઈલેક્ટ્રોનિક ઈન્ટેલિજન્સ ઉપગ્રહ EMISATને લોન્ચ કરવામાં આવ્યો છે. 749 કિલોગ્રામનો આ ઉપગ્રહ ડીઆરડીઓને ડિફેન્સ રિસર્ચમાં મદદગાર બનશે. EMISAT સિવાય અન્ય દેશોના 28 ઉપગ્રહોને પણ લોન્ચ કરવામાં આવ્યા છે. તેમાથી અમેરિકાના 24, લિથુઆનિયાના બે, સ્પેનનો એક અને સ્વિટ્ઝરલેન્ડના એક ઉપગ્રહનો સમાવેશ થાય છે.

ઈસરોએ કહ્યું છે કે પ્રક્ષેપણ માટે પહેલા તબક્કામાં ચાર સ્ટ્રેપ-ઓન મોડટર્સથી સજ્જ પીએસએલવી-ક્યૂએલ રોકેડના નવા પ્રકારનો ઉપયોગ કરવામાં આવ્યો. પીએસએલવીનો ભારતના બે મહત્વના મિશનો 2008માં ચંદ્રયાન અને 2013માં મંગળ ઓર્બિટરમાં ઉપયોગ કરવામાં આવ્યો હતો. તે જૂન-2017 સુધી 39 વખત સફળ પ્રક્ષેપણો માટે ઈસરોના સૌથી ભરોસાપાત્ર અને બહુઉપયોગી પ્રક્ષેપણ યાન છે. આ મિશનમાં ઈસરોના વૈજ્ઞાનિકોએ ત્રણ અલગ-અલગ કક્ષાઓમાં ઉપગ્રહો અને પેલોડને સ્થાપિત કર્યા છે. આવું એજન્સી માટે પહેલીવાર છે.

અન્ય 28 આંતરરાષ્ટ્રીય ઉપગ્રહોમાં લિથુઆનિયાના બે, સ્પેનનો એક સ્વિટ્ઝરલેન્ડનો એક અને અમેરિકાના 24 ઉપગ્રહો સામે છે. ઈસરોનું કહેવું છે કે આ તમામ ઉપગ્રહોનું વાણિજ્યિક કરારો પ્રમાણે પ્રક્ષેપણ કરવામાં આવ્યું છે. ફેબ્રુઆરીમાં ઈસરોએ ફ્રેન્ચ ગુઆનાથી ભારતના સંચાર ઉપગ્રહ જીસેટ-31ને લોન્ચ કર્યો હતો.