Site icon Revoi.in

ભારતની ફરિયાદ લઈને ડબલ્યૂટીઓ પહોંચ્યું જાપાન, શું છે આખો મામલો?

Social Share

જાપાને મોબાઈલ ફોન, બેસ સ્ટેશન અને રાઉટર પર ભારતની ડ્યૂટીને લઈને વિશ્વ વ્યાપાર સંગઠનમાં ફરિયાદ કરી છે. જાપાને કહ્યું છે કે ભારતે પોતાના મેક ઈન ઈન્ડિયા અભિયાન બાદ કહ્યું હતું કે તે પોતાના ડોમેસ્ટિક પ્રોડક્શનને વધારવા માટે તમામ ટેક્સને ઘટાડશે. જાપાને કહ્યું છે કે ભારત કેટલાક સામાન પર ડબલ્યૂટીઓ દ્વારા નિર્ધારીત કરવામાં આવેલા દર કરતા વધુની વસૂલાત કરી રહ્યું છે.

જાપાને કહ્યું છે કે ભારતની વિશ્વ વ્યાપાર સંગઠનની શરતોમાં કહેવામાં આવ્યું હતું કે આ વસ્તુઓ પર આયાત શુલ્ક શૂન્ય ટકા હતું. પરંતુ ભારતે મોબાઈલ ફોન અને બેસ સ્ટેશનો પર 20 ટકા ટેરિફ લાગુ કર્યો છે અને અન્ય ઉત્પાદનો પર 10 ટકા, 15 ટકા અને 20 ટકા ટેરિફ લાગુ કર્યો છે. યુએન-ડબલ્યૂટીઓના સંયુક્ત ઉપક્રમ ઈન્ટરનેશનલ ટ્રેડ સેન્ટર દ્વારા પ્રદાન કરવામાં આવેલા વ્યાપાર ડેટામાં દર્શાવવામાં આવ્યું છે કે જાપાને ભારતને મોબાઈલ ફોન આયાતમાં 2011માં 53 મિલિયન ડોલર અને 2012માં 43 મિલિયન ડોલરનું યોગદાન આપ્યું હતું.

ભારતમાં મોબાઈલ ફોનની આયાત પર હાલ ચીનનો કબજો છે. 2018માં કુલ 5.7 અબજ ડોલરના સ્વિફ્ટ અને રાઉટરની ભારતમાં આયાત પર ચીન અને વિયતનામનો કબજો હતો. જ્યારે જાપાનથી આયાત 52 મિલિયન ડોલરની જ હતી. જે ભારતીય આયાત બજારના એક ટકાથી પણ ઓછી છે.

ડબલ્યૂટીઓના નિયમો પ્રમાણે, ભારતની પાસે વિવાદના ઉકેલ માટે 60 દિવસનો સમય છે. પરંતુ તેના પછી જાપાન ડબલ્યૂટીઓને એ માગણી કરી શકે છે કે ભારત ટેરિફના નિયમોને તોડે છે, તો એક સહાયક પેનલ બનાવવામાં આવે.