Site icon Revoi.in

અમેરિકામાં દુનિયાના સૌથી મોંઘા 2420 અબજ રૂપિયાના છૂટાછેડાં

Social Share

દુનિયાના સૌથી અમીર વ્યક્તિ અમેઝોનના બૉસ જેફ બેજોસ અને તેમના પત્ની મેકેંજી વચ્ચે રેકોર્ડ 35 અબજ ડોલર એટલે કે 2420 અબજ રૂપિયાની સમજૂતી પર છૂટાછેડાં માટે સંમતિ સધાઈ છે.

ડિવોર્સ પર સંમતિ પ્રમાણે, હવે 25 વર્ષીય જૂની રિટેલ કંપની અમેઝોનમાં મેકેંજીની ભાગીદારી ચાર ટકા જ રહેશે.

તેની સાથે જ હવે મેકેંજી વોશિંગ્ટન પોસ્ટ ન્યૂઝપેપર અને બેજોસની સ્પેસ ટ્રાવેલ ફર્મ બ્લૂ ઓરિઝિનમાં પણ પોતાની દિલચસ્પી છોડી દેશે.

બેજોસ અને મેકેંજીએ ડિવોર્સ માટે 35 અબજ ડોલરની સમજૂતીની રકમે ફ્રાંસમાં જન્મેલા અમેરિકાના અબજોતિ એલેક વાઈલ્ડેનસ્ટાઈન અને તેમના પૂર્વ પત્ની જોસેલીન વાઈલ્ડનેસ્ટીન વચ્ચેની 3.8 અબજ ડોલરની છૂટાછેડા માટેની સમજૂતીની રકમને ઘણી પાછળ છોડી દીધી છે.

મેકેંજીએ એક ટ્વિટ દ્વારા આ ઘોષણા કરી છે. તેણે આ મહીને ટ્વિટર જોઈન કર્યું છે આ તેમનું પહેલું અને એકમાત્ર ટ્વિટ છે.

તેમણે લખ્યું છે કે આ લગ્ન એકબીજાના સહયોગથી સમાપ્ત કરવા માટે હું આભારી છું.

આ છૂટાછેડા પહેલા અમેઝોનમાં મેકેંજીની 16.3 ટકાની હિસ્સેદારી હતી. એટલે કે તેમની 75 ટકા ભાગીદારી બેજોસ પોતાની પાસે રાખશે.

તેની સાથે જ મેકેંજીએ વોટિંગના પણ તમામ અધિકારોને બેજોસને હસ્તાંતરીત કરી દીધા છે.

બેજોસે 199માં અમેઝોનની સ્થાપની કરી અને મેકેંજી આ કંપનીની પહેલી સદસ્ય તરીકે કામ કરતા હતા. બંનેના ચાર બાળકો છે.

આજે અમેઝોન ખૂબ મોટી ઓનલાઈન કંપની છે. ફોર્બ્સ પ્રમાણે ગત વર્ષ અમેઝોને 232.8 અબજ ડોલર એટલે કે લગભગ 16010 અબજ રૂપિયાનો કારોબાર કર્યો અને તેમના પરિવારે 131 અબજ ડોલર એટલે કે 9109 અબજ રૂપિયાની કમાણી કરી હતી.

મેકેંજી એક સફળ નવલકથાકાર પણ છે. તેમણે બે પુસ્તકો ધ ટેસ્ટિંગ ઓફ લૂથર અલબ્રાઈટ અને ટ્રેપ્સનું લેખનકાર્ય કર્યું છે. પુલિત્ઝર પુરસ્કાર વિજેતા લેખક ટોની મોરિસને તેમને પ્રિંસ્ટન યુનિવર્સિટીમાં ભણાવ્યા હતા. મોરિસને એક વખત એમ પણ કહ્યુ હતુ કે મેકેંજી તેમના સૌથી સારા સ્ટૂડન્ટ્સમાંથી એક હતા. મોરિસને મેકેંજી સંદર્ભે કહ્યુ હતુ કે ક્રિએટિવ રાઈટિગના ક્લાસમાં તેઓ મારા સૌથી શ્રેષ્ઠ સ્ટૂડન્ટ હતા.

બીજી તરફ જેફ બેજોસની ફોક્સ ટીવીની ભૂતપૂર્વ એન્કર લોરેન સાંચેજ સાથેના તેમના કથિત રિલેશનશિપની ચર્ચાઓ ચાલી રહી છે.

બેજોસે જાન્યુઆરીમાં મેકેંજી સાથે છૂટાછેડાની ઘોષણા કરી હતી. એક અમેરિકન ટેબ્લોઈડે સાંચેજની સાથે બેજોસના લગ્નેત્તર સંબંધ અને પ્રાઈવેટ મેસેજ પ્રકાશિત કર્યા હતા.

બેજોસે આ હેલ્થ અને ફિટનેસ મેગેઝીન, અમેરિકન મીડિયા ઈનકોર્પોરેશન પર બ્લેકમેઈલ કરવાનો આરોપ લગાવ્યો હતો. જો કે પ્રકાશકોએ આરોપોને રદિયો આપ્યો હતો.