Site icon Revoi.in

જસ્ટિસ એ. કે. સિકરી ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ ઓથોરિટીના અધ્યક્ષ બન્યા

Social Share

નવી દિલ્હી: સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ ન્યાયાધીશ જસ્ટિસ એ. કે. સિકરીને ન્યૂઝ બ્રોડકાસ્ટિંગ સ્ટાન્ડર્ડ ઓથોરિટી (એનબીએસએ)ના અધ્યક્ષ તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. જસ્ટિસ સિકરી 26 મે-2019થી પોતાનો પદભાર ગ્રહણ કરશે.

જસ્ટિસ એ. કે. સિકરી 25 મે-2019ના રોજ પોતાનો કાર્યકાળ પૂર્ણ કરનારા એનબીએસએના હાલના અધ્યક્ષ જસ્ટિસ આર. વી. રવિન્દ્રનનું સ્થાન ગ્રહણ કરશે.

આ નિવેદનમાં નેશનલ બ્રોડકાસ્ટર્સ એસોસિએશનના પ્રમુખ રજત શર્માએ કહ્યુ છે કે ન્યાયતંત્રમાં જસ્ટિસ એ. કે. સિકરીનો વિશાળ અનુભવ અને એક ન્યાયાધીશ તરીકે ત્રુટિહીન રેકોર્ડ નિશ્ચિતપણે સ્વનિયમન અને એનબીએસએને મજબૂત કરશે.

એનબીએસએ સ્વ-નિયામક સંસ્થા છે, તે ન્યૂઝ ઈન્ડસ્ટ્રીમાં પ્રાસરણ આચાર સંહીતા અને દિશાનિર્દેશને લાગુ કરે છે. રજત શર્માએ કહ્યુ છે કે આ સંસ્થા એનબીએની કોઈપણ પ્રકારની દખલગીરીથી સંપૂર્ણપણે મુક્ત રહે છે.

મહત્વપૂર્ણ છે કે છ માર્ચ-2019ના રોજ જસ્ટિસ એ. કે. સિકરી સુપ્રીમ કોર્ટમાંથી રિટાયર થયા હતા. જસ્ટિસ એ. કે. સિકરી એ સમયે વિવાદોમાં આવ્યા હતા કે જ્યારે સીબીઆઈના ભૂતપૂર્વ નિદેશક આલોક વર્માની બદલી કરવાનો નિર્ણય લીધા બાદ અહેવાલો હતો કે કેન્દ્ર સરકારે તેમને લંડન ખાતે રાષ્ટ્રમંડળ સચિવાલય પંચાયતી ટ્રિબ્યૂનલ એટલે કે સીએસએટીમાં અધ્યક્ષ-સદસ્યના ખાલી પદ માટે નામિત કર્યા છે.

જો કે વિવાદ વધ્યા બાદ જસ્ટિસ સિકરીએ મોદી સરકારના નિર્ણયનો અસ્વીકાર કર્યો હતો.