Site icon Revoi.in

પાવરફૂલ એક્શનમાં જોવા મળી કંગના, ‘ધાકડ’નું ટિઝર જોઈને રુંવાટા ઊભા થઈ જશે

Social Share

બૉલિવૂડ એક્ટ્રેસ કંગના પોતાની અદાને લઈને હંમેંશા તારીફે કાબીલ રહી છે,તેણે બૉલિવૂડમાં ‘તનુ વેડ્સ મનુ’ ‘ક્વિન’ ‘મણિકર્ણિકા’ ‘તનુ વેડ્સ મનુ રિટર્ન ’ અને  હાલમાં જ રીલિઝ થયેલી ફિલ્મ ‘જજ મેન્ટલ હે ક્યા’ ફિલ્મોમાં ધમાકેદાર અભિનય કરીને દર્શકોના દિલ જીત્યા છે ત્યારે હવે ફરી એક વાર કંગના લોકોના દિલમાં રાજ કરવા માટે તૈયાર થઈ રહી છે ,જી હા કંગના રણૌતની અપકમિંગ ફિલ્મ ‘ધાકડ’નું ટીઝર રિલિઝ થયું છે,

કંગનાના રિલિઝ થયેલા આ ટિઝર જોઈને અંદાજો આવી જ જાય છે કે કંગના ફરિએક વાર પાવરફૂલ એક્શનમાં જોવા મળશે,  ફિલ્મને રજનીશ રાઝીએ ડીરેક્ટ કરી છે,ત્યારે સોહિલ મકલાઈ આ ફિલ્મને પ્રોડ્યૂસ કરી રહ્યા છે , ફિલ્મ 2020માં દિવાળી પર  રિલિઝ થશે.  

કંગનાની અપકમિંગ ફિલ્મ ઘાકડના આ 24 સેકન્ડના ટિઝરના વિડિયોમાં આગ જોવા મળે છે તો સાથે સાથે બંદૂકની ગોળીઓનો અવાજ પણ સાઁભળવા મળે છે,આગની લહેરોની વચમાં કંગના બંદૂકની ગોળીથી કોઈ પર વાર કરી રહી છે,કંગના લોહીથી લથબથ નજરે પડે છે, તેના ચહેરા પર જોરદાર ગુસ્સો અને એક્શનનું કોમ્બિનેશન જોવા મળ્યું છે ,  આ સીન જોતા રુવાંટા ઊભા થઈ જશે,

ઉલ્લેખનીય છે કે કંગનાને પોતાની જાત સાથે એક્સપ્રિમેન્ટ કરવું ખુબ જ ગમે છે અને તે એક્સપ્રિમેન્ટ આ  ટિઝરમાં જોવા મળે છે , અને એટલે જ તેણે અલગ અલગ પ્રકારની ફિલ્મોમાં અલગ લગ રૉલ કર્યા છે, જ્યા ક્વિનના પ્રથમ ભાગમાં એ શાંત જોવા મળે છે તો તેની શાંતિમાં પણ એક તોફાની કંગના જોવા મળી હતી, આમ કંગના એ એક ફિલ્મમાં બે પ્રકારના રોલ પણ કર્યા છે.

હિન્દુસ્તાન ટાઈમ્સના મુજબ આ ફિલ્મ વિશે કંગનાએ વાત કરતા જણાવ્યું હતુ કે“ ટિઝર માટે જે બંદૂકનો ઉપયોગ કરવામાં આવ્યો છે તે રિયલ ગન છે અને ખુબ જ વજનદાર પણ છે, એક ગન ઉઠાવવા માટે પુરી તાકાત લગાવી પડી હતી,મને આ ગન ઉઠાવવા માટે જે સંધર્ષ કરવો પડ્યો હતો તે જોઈને મારા ડિરેક્ટર રેઝીને ખુબ મજા પડી હતી અને તેઓ ખુબ હસ્યા હતા  ત્યારે મને ઉમ્મદી છે કે ફિલ્મ નિર્દેશક આ ફિલ્મના શૂટીંગ માટે મને ડમી ગનનો ઉપયોગ કરવા દેશે”

આ પહેલા કંગનાએ કહ્યું હતું કે, ‘ધાકડ મારી કારકિર્દી માટે માત્ર બેંચમાર્ક ફિલ્મ જ નહીં, પણ ભારતીય સિનેમા માટેનો એક મોટો વળાંક પણ બની શકે. તે વુમેનને લીડ કરનારી એક એક્શન ફિલ્મ છે. ફિલ્મનું શૂટિંગ ભારતની અલગ અલગ જગ્યોએ કરવામાં આવશે, આ સાથે હોંગકોંગ અને થાઇલેન્ડમાં પણ ફિલ્મનું શૂટીંગ કરવામાં આવશે અને આ ફિલ્મ 2020માં રિલિઝ થશે.