Site icon Revoi.in

કારગીલ વૉર હીરો એર માર્શલ આર. નામ્બિયાર બન્યા વેસ્ટર્ન એર કમાન્ડના પ્રમુખ

Social Share

કારગીલ યુદ્ધના હીરો અને હાલમાં ઈસ્ટર્ન એર કમાન્ડના પ્રમુખ એર માર્શલ આર. નામ્બિયારને ભારત સરકારે વેસ્ટર્ન એર કમાન્ડના ચીફ બનાવ્યા છે. વેસ્ટર્ન એર કમાન્ડમાં ગુજરાત, રાજસ્થાન, પંજાબ અને આખું જમ્મુ-કાશ્મીર આવે છે. આ ક્ષેત્રમાં ભારતના 40 ટકા એરબેસ આવે છે. એર માર્શલ આર. નામ્બિયાર કારગીલ યુદ્ધ દરમિયાન પાકિસ્તાનના પાંચ લેઝર ગાઈડેડ બોમ્બને પોતાના ફાઈટર જેટ દ્વારા નષ્ટ કર્યા હતા.

એર માર્શલ આર. નામ્બિયારના નામે સૌથી વધુ કલાક ફાઈટર જેટ મિરાજ-2000ના ઉડ્ડયનનો રેકોર્ડ છે. એર માર્શલ નામ્બિયારના નામે કુલ 5100 કલાકના ઉડ્ડયનનો અનુભવ છે. જેમાં ફાઈટર પ્લેનના ઉડ્ડયનનો 2300 કલાકનો અનુભવ સામેલ છે.

એર માર્શલ આર. નામ્બિયાર સોસાયટી ઓફ એક્સપેરિમેન્ટલ પાયલટ ટેસ્ટના મેમ્બર છે. તેઓ હળવા યુદ્ધવિમાન તેજસના પાયલટ પ્રોજેક્ટના મેમ્બર પણ રહી ચુક્યા છે. તેઓ કારગીલ યુદ્ધ દરમિયાન મિરાજ-2000 દ્વારા પણ મિશનોને અંજામ આપી ચુક્યા છે. તેઓ કુલ 25 ઓપરેશનલ મિશનને અંજામ આપી ચુક્યા છે.

એર માર્શલ આર. નામ્બિયારને કારગીલ યુદ્ધ દરમિયાન સારી કામગીરી માટે રાષ્ટ્રપતિ તરફથી વાયુસેના મેડલ પણ મળી ચુક્યો છે.