Site icon Revoi.in

કોણ બનશે કરોડપતિ વોરન બફેટનો ઉત્તરાધિકારી? રેસમાં ભારતીય મૂળના અજિત જૈન પણ સામેલ

Social Share

બર્કશાયર હેથવેની વાર્ષિક શેરહોલ્ડર મીટિંગ આજે થવા જઈ રહી છે અને એવામાં સૌથી મોટો સવાલ એ જ છે કે દિગ્ગજ રોકાણકાર અને દુનિયાના સૌથી અમીર વ્યક્તિઓમાંના એક 88 વર્ષીય વોરેન બફેટ દ્વારા ઊભા કરવામાં આવેલા સામ્રાજ્યનો ઉત્તરાધિકારી કોણ હશે? આ રેસમાં સામેલ લોકોમાં ભારતીય મૂળના અજિત જૈનનું નામ પણ સામેલ છે અને તેઓ સીઈઓ પદ માટેના પ્રબળ દાવેદારમાં માનવામાં આવી રહ્યા છે.

ગાબેલી એન્ડ કંપનીમાં રિસર્ચ એનાલિસ્ટ મૈકરે સાયકેસ કહે છે કે વોરેન બફેટની જગ્યા કોઈ ન લઈ શકે. જ્યારે ઇન્વેસ્ટમેન્ટ ફર્મ કીફેના એમડી મેયેર શીલ્ડ્સને ઓછી ચિંતા છે. તેમણે કહ્યું કે બર્કશાયર હેથવે વોરેન બફેટ વિના સરવાઇવ કરી શકે છે. મોટાભાગનો વેપાર ઘણો સોલિડ છે અને ઓનરશિની બહુ ઓછી અસર થશે. રોકાણકારો કોઈ મોટા ઉલટફેરની અપેક્ષા નથી રાખી રહ્યા, કારણકે બફેટે નેતૃત્વ પરિવર્તન માટે પગલાં ભરવાના શરૂ કરી દીધા હતા. જોકે, તેમણે તેમના પ્લાનને સાર્વજનિક નથી કર્યો.

ચાર સંભવિત ઉમેદવારોમાં પ્રમુખ દાવેદાર ગ્રેગરી એબેલ (57) અને અજિત જૈન (67) છે, જેમને ગયા વર્ષે બોર્ડ ઑફ ડાયરેક્ટર્સમાં પ્રમોટ કરવામાં આવ્યા હતા. તેમનામાં એ ખૂબીઓ છે, જેના દમ પર વોરન બફેટે વેપાર વધાર્યો. એબેલે કંપનીમાં 1992માં એનર્જી ડિવિઝનમાં જોઇન કર્યું હતું. જ્યારે જૈન કંપનીમાં 1986માં આવ્યા અને ઇન્શ્યોરન્સ ડિવિઝનથી શરૂઆત કરી હતી. જેનું હાલ તેઓ નેતૃત્વ કરી રહ્યા છે.

આ ઉપરાંત રેસમાં ટોડ કોમ્બ્સ (48) અને ડેટ વેચલર (56) પણ સામેલ છે, જેને બફેટ અને તેમના લોંગટર્મ બિઝનેસ પાર્ટનર ચાર્લ્સ મુંગેર (95)એ ગ્રુપના રોકાણોને સંભાળવા માટે પસંદ કર્યા હતા. શીલ્ડ્સે કહ્યું, ‘ક્યારેય અધિકૃત રીતે તેની જાહેરાત નથી થઈ, પરંતુ મને લાગે છે કે ગ્રેગ એબેલ અથવા અજિત જૈનમાંથી કોઈ એક ઉત્તરાધિકારી હશે.’

એ પણ સંભવ છે કે કંપનીના બોર્ડમાંથી કોઇ ‘છુપા રૂસ્તમ’ નીકળે, જેમાં અરબપતિ અને માઇક્રોસોફ્ટના ફાઉન્ડર બિલ ગેટ્સ પણ સામેલ છે. તેમાં 35 વર્ષીય બ્રિટ કૂલ પણ છે. હાવર્ડ ગ્રેજ્યુએટ બ્રિટ છેલ્લા 10 વર્ષોથી બફેટનો જમણો હાથ રહી છે. બફેટે ક્યારેય પણ પોતાના બાળકોને ઉત્તરાધિકારી બનાવવાની વાત નથી કરી. તેમના ત્રણ બાળકો સુસાન, હોવર્ડ અને પીટર ચેરિટી કરે છે. ફક્ત હોવર્ડ જ બાર્કશાયર હેથવેમાં બોર્ડ ઑફ ડાયરેક્ટર્સના સભ્ય છે.