Site icon Revoi.in

રાજકોટ: ગોંડલના ઉમવાડા ગામની હદમાં સિંહ જોવા મળ્યા, લોકોમાં ભયનો માહોલ

Social Share

રાજકોટ: ગોંડલના ઉમવાડા ગામની સીમમાં સિંહના આંટાફેરાનો વિડ્યો સામે આવ્યો છે. જેમાં, ઉમવાડા ગામના ખેતરમાં આંટાફેરા કરતો સિંહ પરિવાર વિડ્યોમાં કેદથયો છે. જેમાં, 2 પાઠડા સાથે 1 સિંહણ જોવા મળી હતી. ગોંડલના નાના ઉમવાળા ગામમાં સિંહ પરિવારે ગાયનું મારણકરીને મજબાની માણી હતી.

આમ, પશુઓનું મારણ કરતાં ઉમવાડા અને આસપાસના ખેડૂતોમાં ભય નો માહોલજોવા મળ્યો હતો. ખેતીની મોસમહોવાથી ખેડૂતોરાત્રિના ખેતરમાં કામ કરવા જતાંહોય છે. ત્યારે સિંહનો ભય ખેડૂતમાં ઉઠી રહ્યો છે.