Site icon Revoi.in

પ્રકૃતિ પ્રેમી ડો.હેમા સાનેનું લાઈટ વગરનું દિવાના ઉજાસમાં વિતી રહેલું હસતું-રમતું જીવન

Social Share

આજના આધુનિક યુગમાં જ્યારે યૂવા પેઢીઓ મોબાઈલ ફોન,બાઈક,લેપટોપ,ક્મ્પ્યૂટર જેવા અનેક સાધનોનો ઉપયોગ પોતાના જીવનમાં સહજ રીતે કરે છે ત્યારે આજે આ તમામ સુવિઘાઓથી પર હોય તેવું વ્યક્તિત્વ જોવા મળે તો નવાઈની વાત કેહવાય,અને તે અદભૂત વ્યક્તિત્વ એટલે ડો.હેમા સાને

ડો. હેમા કે જેઓ 79 વર્ષના છે,તેમના સમગ્ર જીવન દરમિયાન ક્યારેય ઈલેકટ્રીક સીટીનો ઉપયોગ કર્યો જ નથી.વાત તદ્દન સાચી છે,હેમા સાનેનું કહેવું છે કે,તેમના દાદા-દાદી અને તેમના માતા-પિતાએ પણ ક્યારેય ઈલેક્ટ્રીક સીટી વાપરી જ નથી,તેઓ પોતે પણ આટલી ઉંમરે તેલના દીવાના ઉજાસમાં અને નાના લેમ્પમાં જ કામ કરે છે.

મહારાષ્ટ્રના પૂણેના બુધવારપેટ વિસ્તારમાં એક સાઘારણ ઝુંપડીમાં રહેતા ડો.હેમા પ્રકૃતિ પ્રેમી છે.તેઓ વર્ષ 1960મા સાવિત્રિબાઈ ફુલે યુનિવર્સિટીમાં બોટોનિક પ્રોફેસર તરીકે રિટાયર્ડ થયા,તેમણે ભણતર પણ લેમ્પ અને દિવાના ઉજાસમાં જ કર્યું ,તેમણે વનસ્તપિ વિજ્ઞાનમાં પીએચડી કર્યું છે,તેમના મતે કપડા,મકાન અને ભોજન જ પાયાની જરુરીયાતો છે,જો તેમની કુલ સંપતિની વાત કરીએ તો બે શ્વાન,એક બિલાડી,પશુ-પંખી અને નોળીયો તેજ તેમની ઘન-દોલત છે,તેઓ પૂણેમાં એક સાઘારણ ઝુપડીમાં રહે છે,આ ઝુપડીમાં લાઈટ નથી ,પંખા નથી,કે નથી કોઈ ફ્રીજ,ટીવી કે કોઈ ઈલેક્ટ્રોનિક યંત્ર,આ ઝુપડીમાં માત્ર લેમ્પ અને તેલ વડે ચાલતા દીવા છે,હેમા સાને દરરોજ સવારે વહેલા  ઉઠી જાય છે,પાણીની સુવિધા માટે એક જુનો કુવો છે જેમાંથી હેમા સાને જાતે પાણી સીંચે છે ત્યાર બાદ દિવા બત્તી કરીને ભગવાનને યાદ કરે છે તેઓ ભગવાનમાં શ્રધ્ધા રાખે છે પરંતુ દુનિયાના રીત રિવાજોને મહત્વ આપવું જરુરી નથી સમજતા. હેમા સાનેની સવાર પંખીઓના કલરવથી થાય છે તેમનો દિવસ વૃક્ષોની છાંયામાં જાય છે અને સાંજ તેમના ઘરના લેમ્પથી પડે છે.

આટલી ઉંમર હોવા છતા ઘરના દરેક કામ તેઓ જોતે જ કરે છે,તેઓ કહે છે કે ,મારા સાદગી ભર્યા જીવનને લઈને લોકો મારી મજાક પણ કરે છે,કોઈ મને મુર્ખ પણ કહે છે, કે હું છતી સુવિધાએ વગર લાઈટમાં રહુ છું,પરંતુ મને લોકોના કહેવાથી ફર્ક નથી પડતો,પહેલાના સમયમાં ક્યા લોકો વિજળી વાપરતા હતા,અંઘારામાં જ રહેતા હતા.

હેમા સાનેને કોઈ પૂછે કે તમે વગર લાઈટે કઈ રીતે જીવો છો?,તો સામેથી હેમા સાને તેમને પૂછે છે, કે તમે લાઈટમાં કઈ રીતે જીવો છો? તેમણે અત્યાર સુધી વનસ્પતિ વિજ્ઞાન અને ર્પયાવરણ પર ઘણા પુસ્તકો લખ્યા છે, મહત્વની વાત તો એ છે કે,આ તમામ પુસ્તકો તેમણે હાથથી લખ્યા છે કોઈ પણ કમ્પ્યુર પર ટાઈપીંગ કર્યા વગર,હા એ વાત અલગ છે કે પછી તે પુસ્તકની પ્રિન્ટ નીકળી હોય,તેઓનો સહારો એક રેડિયો છે,ઓલ ઈન્ડિયા પૂણે તરફથી આ રેડિયો લાંબા સમય સુધી શ્રોતા રહેતા તેમને ગીફટ આપવામાં આવ્યો હતો,તેઓ રેડિયો પર સંગીત સાંભળે છે.

તેમણે લખેલા વનસ્પતિ વિજ્ઞાન અભ્યાસના પુસ્તકો આજે પણ પૂણે વિશ્વ વિદ્યાલયના બોટોનિક અભ્યાસક્રમમાં ભણાવવામાં આવે છે,તેમણે બોટોનિક થી લઈને ભારતના ઈતિહાસ પર અનેક પુસ્તકો લખ્યા છે,તેમણે વૃક્ષોની પૌરાણિક કથાઓ પર પણ વાતચીત કરી છે,તેમના આખા ઘરમાં પુસ્તકો જ જોવા મળે છે,તેમની પથારી પાસે તેમના કબાટમાં કે પછી તેમના આસપાસ પુસ્તકોનું ભંડોળ છે.

ખંડેર જેવા સાઘારણ ઘર વિશે લોકો તેમને પૂછે છે કે તમે આ ઘર કેમ વેચતા નથી તો તેમણે કહ્યું કે,જો હું ઘર વેચી દઈશ તો પંક્ષીઓ ક્યા રહેશે, હું કોઈને સંદેશ કે માહિતી કે ઉપદેશ આપતી નથી, પરંતુ હું પોતે બુદ્ધના સંદેશાને અનુસરુ છું,આપણે આપણો રસ્તો જાતે જ બનાવવાનો હોય છે, જાતે જ રસ્તો શોધીને આગળ વધવાનું હોય છે,

કદાચ કોઈ અવું પક્ષી કે વૃક્ષ હશે જેમના વિશે તેઓ ન જાણતા હોય,તેમની વધતી ઉમરના કારણે પગની બિમારીથી પીડાતા હોવા છતા દરેક કાર્ય પોતે જ કરે છે.તેઓ સમયસર બગીચો સાફ કરે છે,તેમનો વિશ્વાસ પ્રકૃતિમાં છે તેઓ પ્રકૃતિને જ દેવતા માનીને પૂજા કરે છે.  તેમનો પ્રકૃતિ પ્રત્યેનો પ્રેમ અનહદ છે.