Site icon Revoi.in

લોકસભા ચૂંટણીઃ પહેલા તબક્કાના મતદાન માટે આજે સાંજે પ્રચાર-પડઘમ થશે શાંત

Social Share

નવી દિલ્હીઃ લોકસભાની ચૂંટણીના પ્રથમ ચરણના 19 એપ્રિલના રોજ થવા વાળા મતદાન માટે આજે સાંજે ચૂંટણી પડઘમ શાંત થશે. પ્રથમ ચરણમાં 21 રાજ્યોના 102 લોકસભા સીટો માટે મતદાન થશે. ચૂંટણી પંચની ગાઈડલાઈન મુજબ પ્રથમ ચરણમાં જે સીટો પર મતદાન થશે, ત્યાં ચૂંટણી પ્રચાર 48 કલાક પહેલા સાંજે 4 થી 6 કલાકની વચ્ચે અલગ-અલગ સમય પર શાંત થશે. આજ સાંજથી સાર્વજનિક સભા, રેલી કે જુલુસ જેવા કાર્યક્રમો પર રોક લાગશે. પ્રથમ ચરણમાં જે 21 રાજ્યોમાં મતદાન થશે તેમાં બિહાર, ઉત્તરપ્રદેશ, મધ્યપ્રદેશ, ઉત્તરાખંડ, પશ્ચિમ બંગાળ, છત્તીસગઢ સહિતના રાજ્યો શામેલ છે.

ભારતમાં હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ જામ્યો છે. સમગ્ર દેશમાં સાત તબક્કામાં મતદાન યોજાશે. લોકસભાની ચૂંટણીને લઈને ચૂંટણી પંચ દ્વારા વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. તેમજ દારૂ અને નાણાનો ચૂંટણી પ્રચારમાં ઉપયોગ અટકાવવા માટે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચૂંટણી પંચ દ્વારા કરોડની કિંમતની રોકડ, સોનુ અને દારૂ સહિતની વસ્તુઓ ઝડપી લેવામાં આવી છે. સમગ્ર દેશમાં શાંતિપૂર્ણ માહોલમાં મતદાન સંપન્ન થાય તે માટે વિશેષ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. રાજકીય પક્ષો દ્વારા હાલ સમગ્ર દેશમાં જોરશોરથી ચૂંટણીનો પ્રચાર-પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપના ચૂંટણી પ્રચારની જવાબદારી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સ્વિકારી છે અને સમગ્ર દેશમાં સભાઓ ગજવી રહ્યાં છે.

જ્યારે બીજી તરફ ભાજપને સત્તાથી દૂર રાખવા માટે વિપક્ષી પાર્ટીઓએ કોંગ્રેસની આગેવાનીમાં ઈન્ડી ગઠબંધન બનાવ્યું છે. આ ગઠબંધનની પાર્ટીઓ પણ ઝંઝાવતી પ્રચાર કરી રહી છે. 4 જૂનના રોજ સમગ્ર દેશમાં એક સાથે મતગણતરી હાથ ધરવામાં આવશે.