Site icon Revoi.in

મદરસામાંથી ફરાર થવાની કોશિશ કરી તો સગીરોને સાંકળથી કર્યા કેદ! બેન્ચ સહીત ભાગી ગયા બાળકો

Social Share

મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના અશોકા ગાર્ડન વિસ્તારમાં આવેલી એક મદરસામાં સગીરોને પ્રતાડિત કરવાનો મામલો સામે આવ્યો છે. જણાવવામાં આવે છે કે આ ખુલાસો ત્યારે થયો છે, જ્યારે બેંચમાં સાંકળથી બાંધેલો એક બાળક તે બેન્ચ સહીત સડક પર ભાગતો દેખાયો હતો. તેની સાથે વધુ એક સગીર પણ હતો. આસપાસના લોકોએ મામલાની જાણકારી પોલીસને આપી, તેના પછી બાળકોની પૂછપરછ કરવામાં આવી હતી. પોલીસે આ મામલામાં બે લોકોની ધરપકડ કરી છે. તેમા એક મદરસા સંચાલક અને અન્ય શિક્ષક છે. પોલીસ મામલાની તપાસ કરી રહી છે.

પોલીસ પ્રમાણે, અશોકા ગાર્ડનના પ્રભાત ચોક પર આવેલી એક દુકાનની બહાર બે માસૂમ બાળકો હોવાની જાણકારી મળી હતી. તેમા એક બાળકના પગે સાંકળ બાંધેલી હતી, તેનો બીજો છેડો લોખંડની બેન્ચ સાથે જોડાયેલો હતો. તો તેની સાથે અન્ય બાળક પણ હતો, તેની વય લગભગ સાત વર્ષની છે.

પોલીસ બંને બાળકોને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે અને ચેન કાપીને તેમને મુક્ત કરાવ્યા છે. પૂછપરછમાં બાળકોએ કહ્યું કે તેઓ અશોકા ગાર્ડન ખાતે ઝકરિયા મસ્જિદમાં રહેતા હતા. ત્યાંના મુફ્તિ મોહમ્મદ સાદ અને હાફિઝ સલમાને તેમની સાથે મારપીટ કરી છે.

બાળકોએ કહ્યું છે કે અમે ગુરુવારે (12 સપ્ટેમ્બરે) લોખંડની બેંચથી બાંધવામાં આવ્યા હતા. અભ્યાસ દરમિયાન મૌલવી એટલી જોરથી મારતા હતા કે રાતભર પીડા થતી હતી. ઘણીવાર પાઈપથી પણ મારવામાં આવતા હતા. ભોજન પણ ઘણું ખરાબ મળતું હતું. પરિવારજનોને ફરિયાદ કર્યા બાદ વધુ માર મારવામાં આવતો હતો.

ન્યૂઝ એજન્સી એએનઆઈ પ્રમાણે, આસિસ્ટન્ટ સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ સંજય સાહુએ રવિવારે કહ્યુ છે કે તેમને જાણકારી મલી છે કે અશોકા ગાર્ડ ખાતેની એક મદરસાના સંચાલક બે સગીરોને પ્રતાડિત કરી રહ્યા હતા. ચાઈલ્ડલાઈન સર્વિસની ફરિયાદ પર અશોકા ગાર્ડ પોલીસ સ્ટેશનની પોલીસે જુવેનાઈલ જસ્ટિસ એક્ટની કલમ-75 અને 85 હેઠળ કેસ દાખલ કર્યો છે. તેની સાથે જ મદરસાના બે મેનેજરોની ધરપકડ પણ કરી છે.