Site icon Revoi.in

ઘરે બાળકો માટે બનાવો ચીઝ કોર્ન ટોસ્ટ, જાણો રેસીપી

Social Share

જો તમે અને તમારા ધરના સભ્યોને ચીઝની ડિશ ખાવાની પસંદ હોય તો તમે ચીઝ કોર્ન ટોસ્ટ બનાવી શકો છે. બ્રેડ સ્લાઈસ પર ક્રિમી ચીઝ અને સ્વીટ કોર્નનું કોમ્બિનેશન બાળકોથી લઈને મોટા વ્યક્તિઓને ખુબ પસંદ આવશે. ચીઝ કોર્ન ટોસ્ટને તમે નાસ્તામાં, સાંજની ચા સાથે તથા ઘરે આવેલા મહેમાનો ઝટપટ બનાવી શકો છો. જાણો તેની સરળ રેસીપી…

બ્રેડ સ્લાઈ્સ- 4/6

સ્વીટ કોર્ન- 1 કપ (ઉકાળેલા)

ચીઝ-1 કપ (છીણેલુ)

ડુંગળી- 1 (નાની સમારેલી)

શિમલા મિર્ચ- અડધો કપ( ઝીણી સમારેલી)

મરી પાઉડર-અડધી ચમચી

મીઠુ-સ્વાદ અનુસાર

ઓરિગૈનો- એક ચમચી

ચીઝ કોર્ન ટોસ્ટ બનાવવા માટે આપ સૌથી પહેલા મકાઈને ઉકાળો, પાણીને નીકાળીને મકાઈને એક વાસણમાં રાખો. તેમાં ડુંગળી અને શિમલા મીરિચ તથા ચીઝ મિક્સ કરો. જે બાદ તેમાં મીઠુ, મરી પાઉડર, ચિલી ફ્લેક્સ અને ઓરિગૈનો નાખીને યોગ્ય રીતે મિક્સ કરો. હવે એક બ્રેડ સ્લાઈસ લો, તેના ઉપર હળવા હાથે બટર લગાવો, જે બાદ કોર્ન-ચીઝના મિશ્રણને સારી રીતે ફેલાવો. હવે તવાને ગરમ કરો. તવો ગરમ થાય ત્યારે તેની ઉપર બટલ લગાવો અને તેની ઉપર બ્રેડ રાખી લો. તેમજ તેને યોગ્ય વાસણથી ઢાંકી લો, તેમજ જ્યાં સુધી બ્રેડ ક્રિસ્પી ન થાય તથા ચીઝ ઓગળવા દો. તૈયાર ચીઝ કોર્ન ટોસ્ટને તવા ઉપરથી ઉતારીને ગરમા-ગરમ સર્વ કરો.

Exit mobile version