Site icon Revoi.in

ઈટાલીના મિલાનમાં સુરક્ષાકર્મી પર હુમલો કરીને હુમલાખોરે બૂમ પાડી, ‘અલ્લાહુ અકબર’

Social Share

નવી દિલ્હી: ઈટાલીના મિલાનમાં સેન્ટ્રલ સ્ટેશનની સામે એક હુમલાખોરે સુરક્ષાકર્મી પર હુમલો કર્યો છે. એનવાય પોસ્ટ પ્રમાણે, હુમલો કર્યા બાદ હુમલાખોરે બૂમ પાડી હતી, અલ્લાહુ અકબર. હુમલાખોરની ઓળખ 23 વર્ષીય મહામદ ફતેહ તરીકે થઈ છે. હુમલો કર્યા બાદ હુમલાખોર ભાગી છૂટયો હતો. પરંતુ પોલીસ અધિકારીએ બાદમાં તેને ઝડપી લીધો હતો.

બીજી તરફ ઘાયલ સુરક્ષાકર્મીને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. સુરક્ષાદળ મામલાની તપાસ કરી રહ્યા છે કે હુમલાખોરનો સંબંધ આતંકવાદ સાથે છે કે નહીં. જો કે ઈટાલીના અધિકારીઓ હજીપણ આને ઈસ્લામિક આતંકવાદ સાથે સાંકળીને જોઈ રહ્યા નથી.

આ કોઈ રહસ્ય નથી કે ઈસ્લામિક આતંકવાદી સમૂહ હવે પશ્ચિમી દેશોમાં લોન વુલ્ફ હુમલાનો સહારો લઈ રહ્યા છે. આ નવા લોન વુલ્ફ ઈસ્લામિક આતંકવાદના ભયને કાયમ કરવા માટે નવા આઈડિયા પર કામ કરી રહ્યા છે અને નવી રીતરસમો પણ અપનાવી રહ્યા છે.

પશ્ચિમી દેશોમાં લોન વુલ્ફ હુમલામાં ભારે વધારો થયો છે. તાજેતરમાં એક હુમલાખોરે ઓસ્ટ્રેલિયાના સિડનીમાં બે લોકોની હત્યા કરી દીધી હતી. ત્યાં પણ હુમલાખોરે અલ્લાહુ અકબર બૂમ પાડતા હુમલો કર્યો હતો. જો કે ઓસ્ટ્રેલિયન પોલીસે તેને આતંકવાદી હુમલો માન્યો ન હતો.

ગત વર્ષ નવેમ્બરમાં એક હુમલાખોરે અલ્લાહુ અકબર બૂમ પાડતા બેલ્જિયમના પોલીસકર્મીને સેન્ટ્રલ બ્રસેલ્સમાં ચાકૂ મારી દીધું હતું. હુમલાખોરે આ ઘટના વખતે બે અધિકારીઓને ગોળી મારીને ઘાયલ કરી દીધા હતા. સુરક્ષાદળોએ તેને પણ પ્રારંભિક રિપોર્ટોમાં આતંકવાદી હુમલો માન્યો નથી.