Site icon Revoi.in

‘મિશન મંગલે’ તોડ્યો રેકોર્ડઃ200 કરોડની ક્લબમાં અક્ષયની આ પ્રથમ ફિલ્મ

Social Share

બૉલિવૂડ અભિનેતા અક્ષય કુમારની ફિલ્મ મિશન મંગલ રિલીઝ થયાના 4 અઠવાડિયા પછી પણ ચર્ચામાં છે,દર્શકો એ આ ફિલ્મને ખુબ સારો પ્રતિસાદ આપ્યો છે,આ ફિલ્મે માત્ર ભારતમાં જ 200.16 કરોડની કમાણી કરી લીધી છે તે સાથે  ફિલ્મ 200 કરોડની ક્લબમાં પણ સામેલ થઈ ચૂકી છે,મિશન મંગલની શાનદાર કમાણીએ અક્ષયને ફરીએક વાર બોક્સ ઓફિસનો ખેલાડી સાબિત કર્યો છે.

ફિલ્મ મિશન મંગલે 200 કરોડનો આંકડો વટાવ્યો છે,આ અક્ષયની પ્રથમ ડબલ સેન્ચ્યૂરી ફિલ્મ છે, મિશન મંગલે ચોથા અઠવાડિયામાં શુક્રવારે 73 લાખ,શનિવારના રોજ 1.40 કરોડ,રવિવારના દિવસે 2.10 કરોડ અને સોમવારે 61 લાખ, મંગળવારે 1,01 કરોડ, બુધવારે 54 લાખ, ગુરુવારે 63 લાખની કામાણી કરી છે, મિશન મંગલે મા6 ત્રણ દિવસમાં 50 કરોડ અને 5 દિવસમાં 100 કરોડ ત્યારે 11 દિવસના સમયમાં 150 કરોડ તો વળી 29 દિવસમાં 200 કરોડની કમાણી કરી છે તેની સાથે જ આ અક્ષયની સુપર હીટ ફિલ્મ સાબિત થી છે

આ ફિલ્મમાં અક્ષય કુમાર, વિદ્યા બાલન, તાપસી પન્નુ, સોનાક્ષી સિંહા, કિર્તી કુલ્હાડી, નિત્યા મેનન સહિતના મલ્ટીસ્ટારર કલાકારોએ કામ કર્યું છે  ફિલ્મ ઈસરોના પ્રોજેક્ટ પર આધારિત છે.