Site icon Revoi.in

MP: ગૌહત્યાના આરોપમાં રાષ્ટ્રીય સુરક્ષા ધારો લગાવવા મામલે બોલી કોંગ્રેસ, પાર્ટી કારણ વગર નહીં કરે હસ્તક્ષેપ

Social Share

કોંગ્રેસે મધ્યપ્રદેશમાં ગૌહત્યા અને પશુઓની તસ્કરીના આરોપમાં પાંચ લોકો પર રાષ્ટ્રીય સુરક્ષા કાયદાની કલમો લગાવી છે. આના સંદર્ભે કોંગ્રેસ પાર્ટી તરફથી સત્તાવાર નિવેદનમા કહેવામાં આવ્યું છે કે કાયદો અને વ્યવસ્થાનો મામલો રાજ્ય સરકારનું અધિકાર ક્ષેત્ર છે અને પાર્ટી ત્યાંની સરકારના કામકાજમાં કારણ વગરની દખલગીરી કરશે નહીં.

કોંગ્રેસે એમ પણ કહ્યું છે કે રાજ્યની પાર્ટીની સરકાર એ સુનિશ્ચિત કરશે કે કોઈપણ નિર્દોષ પર કાર્યવાહી કરવામાં આવે નહીં અને કોઈ દોષિતને છોડવામાં પણ આવે નહીં.

કોંગ્રેસના મુખ્ય પ્રવક્તા રણદીપ સુરજેવાલાએ શનિવારે પત્રકારો સાથેની વાતચીતમા કહ્યુ હતુ કે કાયદો અને વ્યવસ્થા એક એવો વિષય છે કે જેના ઉપર મુખ્યપ્રધાન અને ડીજીપીએ નિર્ણય કરવાનો હોય છે. કમલનાથે સ્પષ્ટતા કરી છે કે કાયદો પોતાનું કામ કરશે. કોઈ નિર્દોષ પર કાર્યવાહી કરવામાં આવશે નહીં અને કોઈ દોષિતને છોડવામાં આવશે નહીં.

સુરજેવાલાએ કહ્યુ છે કે કોંગ્રેસ પાર્ટી કાયદો અને વ્યવસ્થાના મામલાને લૉ એન્ડ ઓર્ડરના મુદ્દા તરીકે જ જોવે છે. આ મુદ્દો કમલનાથના અધિકાર ક્ષેત્રમાં આવે છે. તેઓ એક પાકટ અને સક્ષમ નેતા છે. કાર્યવાહીના નિર્ણયને કમલનાથના વિવેક પર છોડવો જોઈએ.

રણદીપ સૂરજેવાલાએ કહ્યુ છે કે કોંગ્રેસ પાર્ટી કારણ વગર રાજ્ય સરકારના મામલામા દખલગીરી કરશે નહીં. આ કોંગ્રેસનો કામ કરવાનો સિરસ્તો નથી. એ સુનિશ્ચિત કરવામાં આવશે કે કોઈ નિર્દોષ પર કાર્યવાહી થાય નહીં અને દોષિતને છોડવામાં નહીં આવે.

મહત્વપૂર્ણ છે કે મધ્યપ્રદેસના ખંડવા જિલ્લામાં ગૌવંશની હત્યાના મામલામાં વહીવટી તંત્રે મોટી કાર્યવાહી કરી છે. ગૌહત્યાના મામલામાં પહેલીવાર ત્રણ આરોપીઓ પર પોલીસે એનએસએ હેઠળ મામલો નોંધ્યો છે. રાજ્યમાં ગોવંશની હત્યાને લઈને અત્યાર સુધીની આ સૌથી મોટી કાર્યવાહી છે.

પોલીસને ખરકલી ગામમાં નદીના કિનારે ચોરીના ગૌવંશની કથિત હત્યા અને તેમનું માંસ કાઢવાની માહિતી પણ મળી હતી. બાદમાં પોલીસે ઘટનાસ્થળે પહોંચીને આરોપઓને હથિયારો સાથે દબોચી લીધા હતા. ધરપકડ કરાયેલા આરોપીઓમાંથી બે આરોપીની ગૌવંશની હત્યાના મામલામાં પહેલા પણ ધરપકડ થઈ ચુકી છે.