Site icon Revoi.in

મુંબઈમાં MBA યુગલ દ્વારા સ્ટેશન બહાર ફૂડ સ્ટોલ ચલાવવાનું કારણ જાણીને થશો લાગણીશીલ, કહેશો “Wow! That’s the spirit.”

Social Share

મુંબઈમાં MBA યુગલ રેલવે સ્ટેશનની બહાર સવારે વેચે છે ખાવાનું, કારણ જાણી થઈ જશો લાગણીશીલ

મુંબઈના એક યુગલના દયાળુપણું દર્શાવતા ખૂબ જ પ્રેરક કાર્યથી સોશયલ મીડિયામાં ખાસું ચર્ચાનું કારણ બન્યું છે. ફેસબુક યૂઝરે તેમની કહાણી વર્ણવી છે અને તે સોશયલ મીડિયા પર વાયરલ થઈ ચુકી છે.

અશ્વિની શેનોય શાહ અને તેમના પતિ એમબીએ થયેલા છે અને તેઓ મુંબઈમાં કામ કરે છે. તેમનો કાંદિવલી રેલવે સ્ટેશનની બહાર આવેલો ફૂડ સ્ટોલ ખાસો જાણીતો છે.

દીપાલી ભાટિયા નામના ફેસબુક યૂઝરે અશ્વિની શેનોય શાહની સ્ટોરી ફેસબુક પર શેયર કરી છે અને આ ફૂડ સ્ટોલ બનાવવા પાછળનું કારણ ખરેખર હ્રદયને લાગણીશીલ બનાવનારું છે. આ એમબીએ થયેલું યુગલ તેમને ફૂડ સ્ટોલમાં પૈંઆ, ઉપમા, પરાઠા અને ઈડલી તેમના સ્ટોરમાં વેચે છે અને આની પાછળનો ઉદેશ્ય તેમની 55 વર્ષની કામવાળી બાઈને મદદ કરવાનો છે. આ 55 વર્ષીય પ્રૌઢ કામવાળા બહેનના પતિ લકવાગ્રસ્ત છે અને તેઓ જે ભોજનસામગ્રી બનાવે છે, તેને અશ્વિની તથા તેમના પતિ વેચે છે.

આ યુગલ તેમના ફૂડ સ્ટોલ પર ભોજનસામગ્રી સવારે ચાર વાગ્યાથી સાડા નવ વાગ્યા સુધી વેચે છે અને તેના પછી તેઓ પોતાના કામ પર જાય છે. દીપાલી ભાટિયાએ આનું વર્ણન કરતા લખ્યું છે કે બંને એમબીએ થયેલા છે અને તેઓ ખાવાનું વેચી રહ્યા છે, માત્ર તેમની કામવાળી બાઈને ટેકો કરા કે જેમને નાણાંકીય મદદ માટે હાથ લંબાવવો પડે નહીં. અશ્વિની શેનોય જેવા પ્રશંસનીય લોકો ખરા હીરો છે અને ઘણાં માટે પ્રેરણારૂપ પણ છે.

ઈન્ટરનેટ પર અશ્વિની શેનોય શાહ અને તેમના પતિ દ્વારા કરવામાં આવતા ઉમદા કામને લઈને ઘણી ચર્ચા છે. દીપાલી ભાટિયાની ફેસબુક પોસ્ટને 25 હજારથી વધારે લાઈક્સ મળ્યા છે અને તેને 3000 હજાર વખત શેયર પણ કરવામાં આવી છે. નેટિઝન્સ દ્વારા અશ્વિનીને બિરદાવતા કોમેન્ટ સેક્શનમાં તેઓ લખી રહ્યા છે કે “Great Job…Hats off.” જ્યારે કેટલાક યૂઝર કહી રહ્યા છે કે “No words,” તો કેટલાક કહી રહ્યા છે કે “Wow! That’s the spirit.”