Site icon Revoi.in

બાંગ્લાદેશમાં પણ ભારતીય રેલ્વેનો દબદબો – રેલ્વે મંત્રીને ભારત તરફથી સોપવામાં આવ્યા 10 ડિઝલ એન્જિન

Social Share

ભારતીય રેલ્વે હવે પાડોશી દેશ બાગંલાદેશ સાથેના સંબંધો વધુ શ્રેષ્ઠ બનાવવાની દિશામાં પણ મહત્વની ભૂમિકા નિભાવી રહ્યુ છે,ભારતીય રેલ્વે દ્રારા આજે 27 જુલાઈના રોજ બાંગ્લાદેશના રેલ્વેમંત્રીને 10 બ્રોડ-ગેઝ ડીઝલ એન્જિન સોંપવામાં આવ્યા છે,રેલ મંત્રી પીયૂષ ગોયલ અને વિદેશી મંત્રી એસ જયશંકરએ આ એન્જિનને વર્ચ્યૂઅલ લીલી ઝંડી બતાવીને રવાના કર્યા હતા.

પશ્વિમ બંગાળના નાદિયા જીલ્લામાં પૂર્વ રેલ્વેના ગેડે સ્ટેશનથી તમામ એન્જિનની રવાનગી કરવામાં આવી હતી.આ ભારતીય રેલ્વે એન્જિનનો બંગ્લાદેશના દર્શાના રેલવે સ્ટેશન પર રિસિવ કરવામાં આવશે .બાંગલાદેશને રેલ એન્જિન સોપવા માટે આયોજીત વિડિઓ કોન્ફોરન્સમાં બંને દેશના વરિષ્ઠ અધિકારીઓ, બંને દેશોના વિદેશી મંત્રી, રેલ્વે અને રેલ્વે બોર્ડના ચેરમેન સામેલ થયા હતા.

સમાચાર એજન્સી પીટીઆઈના રિપોર્ટ પ્રમાણે બોંગલા દેશ એ આ એન્જિનની ખરીદી માટે પાછલા વર્ષે એપ્રિલ મહિનામાં ભારકતને એક પ્રસ્તાવ મોકલ્યો હતો,બાંગલાદેશને આપવામાં આવી રહેલા 33 સૌ હોર્સ પાવર વાળા ડબલ્યૂડીએમ 3ડી લોકો એન્જિનનું આયુ 28 વર્ષથી પણ વધુ છે,આ એન્જિનને 120 કિલો મીટર પ્રતિ કલાકની ઝડપ સાથે ડિઝાઈન કરવામાં આવ્યા છે,આ એન્જિન માલગાડીઓની સાથે સાથે પેસેન્જર ટ્રેન માટે પણ ખુબ જ ઉપયોગી છે,જેમાં માઈક્રોપ્રોસેસર આધારિત નિયંત્રણ પ્રળાલી છે.

સાહીન-