Site icon Revoi.in

બોયફ્રેંડની મજાક ઉડાવનારા ટ્રોલર્સની નેહા પેંડસેએ બોલતી બંધ કરીઃટ્રોલર્સને કંઈક આવો આપ્યો જવાબ

Social Share

‘મેં આઈ કમ ઈન મેડમ’ અને ‘બિગબૉસ 12’ ફેઈમ ટીવી એક્ટ્રેસ નેહા પેંડસે પોતાની પર્સનલ લાઈફને લઈને ઘણા દિવસથી ચર્ચામાં છે,તે હાલ શાર્દૂલ સિંહને ડેટ કરી રહી છે કહેવમાં આવી રહ્યું છે કે તે શાર્દૂલ સાથે ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહી છે, નેહાએ તેના બાયફ્રેંડ સાથેના થોડા ફોટોઝ સોશિયલ મીડિયામાં શૅર કરીને પોતાની રિલેશનશીપનો ખુલાસો કર્યો હતો.

નેહાનો બોયફ્રેંડ શાર્દુલના ફોટો ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે,કારણ કે નેહાનો બોયફ્રેંડ તેના કરતા દેખાવમાં કંઈક ખાસ નથી, ઉપરાંત તેની હેવીબોડીને લઈને લોકો તેની મજાક ઉડાવી રહ્યા છે, એટલું જ નહી નેહાના જ ચાહકો તેની પસંદને લઈને મજાક ઉડાવે છે,શાર્દૂલના લુક વિશે અનેક પ્રકારની ટીપ્પણીઓ કરી રહ્યા છે,ત્યારે હવે નેહાથી આ વાત સહન ન થતા તેણે યૂઝર્સને વળતો જવાબ આપ્યો છે.

નેહાએ ટ્રોલર્સને સોશિયલ મીડિયાના માધ્યમથી કોઈ જવાબ નથી આપ્યો પરંતુ તાજેતરમાં જ બોમ્બે ટાઈમ્સને આપેલા એક ઈન્ટરવ્યૂમાં આ બાબતે વાતચીત કરી હતી,તેણે કટાક્ષ કરતા કહ્યું હતું કે ,’શાર્દૂલ જ નહી પરંતુ મે જ્યારે મે આઈ કમ ઈન મેડમ માટે મોરો વજન વધાર્યો ત્યારે મને પણ ટ્રોલ કરવામાં આવી છે,એક દર્શક તરીકે તમે એક એક્ટરના દેખાવ પર કોમેન્ટ કરી શકો છો પરંતુ તેને ટાર્ગેટ ન કરો”.

તેણે પોતાની વાત આગળ વધારતા કહ્યું કે,”બની શકે કે કી ફિજીકલ,ઈમોશનલ કે પછી કોઈ હેલ્થની પ્રોબલેમ ઘરાવતુ હોય,અને શાર્દૂલ તો એન્ટરટેનમેન્ટ ઈંડસ્ટ્રીઝ સાથે પણ જોડાયેલો નથી,તે એક બિઝનેસ મેન છે,માટે તેને ટ્રોલ કરવો ખુબ શરમની વાત કહેવાઈ,આવી કોમેન્ટ કરવા એજ મળ્યો કોઈ બીજુ ન મળ્યું, વાત સારી નથી.હું ટ્રોલ કરનારા લોકો પાસેથી જાણવા માંગુ છું, કે શું તમને ખબર છે તે મને કેટલી હદે ખુશ રાખે છે,તમે નક્કી કરવા વાળા કોન છો કે મારા માટે કોમ સારુ છે અને કોણ ખરાબ,મને ખબર નથી પડતી કે તમારા લોકોમાં  નકારાત્મક વિચારો આવે છે ક્યાથી?”  આમ નેહાએ ટ્રોલર્સની બોલતી બંઘ કરી હતી.

Exit mobile version