Site icon Revoi.in

ઇન્સ્ટાગ્રામ એપ્લિકેશનમાં આવ્યું આ ફીચર

Social Share

ઇન્સ્ટાગ્રામમાં કંપનીએ ક્યૂઆર કોડને સપોર્ટ આપવાનું શરૂ કરી દીધું છે. થોડા સમય પહેલા તેની ટેસ્ટીંગ કરવામાં આવી હતી અને હવે તે બધા યુઝર્સ માટે જારી કરવામાં આવ્યું છે. આ ક્યૂઆર કોડ કોઈપણ થર્ડ પાર્ટી એપથી સ્કેન કરી શકાય છે. ઇન્સ્ટાગ્રામ ખોલ્યા વગર તમે કોઈપણ ક્યૂઆર કોડ દ્વારા તેમના હેન્ડલ પર જઈ શકો છો.

જે સ્માર્ટફોનના કેમેરામાં ઇનબિલ્ટ ક્યૂઆર કોડ સ્કેનર છે, તેનાથી પણ તેને સ્કેન કરી શકાય છે. ખરેખર, ક્યૂઆર કોડના ઇન્સ્ટાગ્રામ યુઝર્સ તેમના બિઝનેસ કાર્ડ પર પ્રિન્ટ કરી શકે છે. તેને સ્કેન કરીને સીધા તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર પહોચી શકાય છે..

સામાન્ય રીતે ઇન્સ્ટાગ્રામ પર તેમનો બિઝનેસ ચલાવનાર લોકોને તેનો ફાયદો થશે…આ દિવસોમાં ઇંસ્ટાગ્રામથી શોપિંગ પણ કરવામાં આવી રહી છે અને લોકો અહીં તેમના બિઝનેસને પ્રોમોટ કરે છે. આ કિસ્સામાં આ ક્યૂઆર કોડની સુવિધા તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે.

ક્યૂઆર કોડ બનાવવું એ ખૂબ સરળ છે. ઇંસ્ટાગ્રામે તેની સાથે કેટલાક ફીચર્સ પણ આપ્યા છે, જેની હેઠળ તમે તમારી પ્રોફાઇલના ક્યૂઆર કોડનું બેકગ્રાઉન્ડ કસ્ટમાઇઝ કરી શકો છો.

ઇન્સ્ટાગ્રામમાં આ રીતે જનરેટ કરો ક્યૂઆર કોડ

તમારું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ ખોલો અને સેટિંગ્સ પર જાઓ. અહીં તમને ક્યૂઆર કોડનો ઓપ્શન મળશે, તેના પર ટેપ કરો… ટેપ કરતા તમારા યુઝર્સનેમ સાથે ક્યૂઆર કોડની ઈમેજ તૈયાર મળશે.. તમે અહીંથી ક્યૂઆર કોડનું બેકગ્રાઉન્ડ ઈમેજ પણ બદલી શકો છો. તમારી સેલ્ફી સાથે તમે ક્યુઆર કોડનું બેકગ્રાઉન્ડ ઈમેજ સેટ કરી શકો છો. કસ્ટમાઇઝ કર્યા પછી તમે તેને અપર લાઇટ કોર્નરથી ગેલેરીમાં સેવ કરી શકો છો અથવા કોઈની સાથે શેર કરી શકો છો.

_Devanshi

Exit mobile version