Site icon Revoi.in

PNB કૌભાંડ: નીરવ મોદીના રિમાંડ 27 જૂન સુધી થયા એક્સટેન્ડ, કોર્ટે ભારતને પૂછ્યું- કઇ જેલમાં રાખશો?

Social Share

નીરવ મોદીને ગુરૂવારે લંડનની વેસ્ટમિન્સ્ટર કોર્ટમાં હાજર કરવામાં આવ્યો. કોર્ટે તેની કસ્ટડી 27 જૂન સુધી વધારી દીધી છે. જજે ભારત સરકારને કહ્યું છે કે નીરવને કઇ જેલમાં રાખવામાં આવશે, તેની 14 દિવસમાં તેની જાણકારી આપો. 13,700 કરોડ રૂપિયાના પીએનબી કૌભાંડનો આરોપી નીરવ સાઉથ-વેસ્ટ લંડનની વાંડ્સવર્થ જેલમાં છે. 19 માર્ચના રોજ સેન્ટ્રલ લંડનની મેટ્રો બેંક બ્રાંચમાંથી નીરવની ધરપકડ થઈ હતી. તે બેંક ખાતું ખોલાવવા માટે પહોંચ્યો હતો.

નીરવની જામીન અરજી ત્રણ વખત રદ થઈ ચૂકી છે. તેણે 8 મેના રોજ છેલ્લી વખત અરજી લગાવી હતી. નીરવની વકીલ ક્લેર મોંટગોમરીએ દલીલ આપી હતી કે જામીન માટે નીરવ કોર્ટની તમામ શરતો માનવા માટે તૈયાર છે કારણકે વાંડ્સવર્થ જેલની સ્થિતિ રહેવાલાયક નથી.

જજ એમ્મા એબર્થનોટના મામલાને ગંભીર જણાવતા કહ્યું હતું કે આ મોટા ફ્રોડનો મામલો છે જેનાથી ભારતીય બેંકને નુકસાન થયું. હું આ વાતથી સંતુષ્ટ નથી કે સશરત જામીનથી નીરવને લઇને ભારત સરકારની ચિંતાઓ ખતમ થઈ જશે.

ગયા વર્ષે જાન્યુઆરીમાં પીએનબી કૌભાંડનો ખુલાસો થયો. તે પહેલા જ નીરવ વિદેશ ભાગી ગયો હતો. તેણે પીએનબીની મુંબઈ સ્થિત બ્રેડી હાઉસ બ્રાંચના અધિકારીઓ સાથે મિલિભગત કરીને નકલી લેટર ઑફ અંડરટેકિંગ્સ જાહેર કરાવ્યા હતા. ભારતીય એજન્સીઓ તેના પ્રત્યર્પણના પ્રયત્નો કરી રહી છે.