Site icon Revoi.in

PNB કાંડના આરોપી નીરવ મોદીના 100 કરોડના બંગલાને 110 કાણાં પાડી ડાયનેમાઈડ ભરી ઉડાવી દેવાયો

Social Share

પીએનબી ગોટાળાના ભાગેડું આરોપી નીરવ મોદીને મોટો આંચકો લાગ્યો છે. મહારાષ્ટ્રના રાયગઢના અલીબાગમાં નીરવ મોદીના બંગલાને ડાયનેમાઈટથી ધ્વસ્ત કરી દેવામાં આવ્યો છે. નીરવ મોદીના બંગલાને તોડી પાડવા માટે થાંભલામાં ડાયનેમાઈટ લગાવવામાં આવ્યો હતો.

લગભગ ત્રીસ કિલોગ્રામ જેટલા ડાયનેમાઈટને બંગલાના થાંભલા અને દીવાલોના છિદ્રોમાં ભરવામાં આવ્યો હતો અને તેને શુક્રવારે રિમોટ કંટ્રોલથી વિસ્ફોટ કરીને ધ્વસ્ત કરવામાં આવ્યો હતો.

નીરવ મોદીના બંગલાને 25 જાન્યુઆરીએ તોડવાની શરૂઆત કરવામાં આવી હતી. પરંતુ બંગલો કિલ્લાબંધ અને મજબૂત હતો કે તેને તોડવામાં મહીનાઓનો સમય લાગે તેમ હતો. તેથી નિર્ણય કરવામાં આવ્યો કે આને ડાયનેમાઈટથી ઉડાવવામાં આવે.

નીરવ મોદીનો આ બંગલો લગભગ એકસો કરોડ રૂપિયાની કિંમતનો હતો. અલીબાગમાં નીરવ મોદીના અવૈદ્ય બંગલાને કેવી રીતે ઉડાવવામાં આવ્યો?

રુપન્યા નામનો આ બંગલો અલીબાગમાં કીહિમ ગૉવમાં સમુદ્ર કિનારે છે

વિસ્ફોટકથી ઉડાવવા માટે જરૂરી તૈયારી બે દિવસથી ચાલી રહી હતી

તેના માટે 50 મજૂરો અને ટેક્નિશિયનોને લગાવવામાં આવ્યા હતા

બંગલાના થાંભલા અને દીવાલમાં કુલ 110 છિદ્રો બનાવવામાં આવ્યા હતા

લગભગ 30 કિલોગ્રામ ડાયનેમાઈટ એકસાથે ડેટોનેટરથી બ્લાસ્ટ કરવામાં આવ્યા હતા

રાયગઢ જિલ્લાના કલેક્ટર ડૉ. વિજય સૂર્યવંશીએ રિમોટથી બટન દબાવીને બ્લાસ્ટ કર્યો

પહેલી ફેબ્રુઆરીએ મહારાષ્ટ્ર સરકારે બોમ્બ હાઈકોર્ટને જણાવ્યું કે ભાગેડું હીરા વ્યાપારી નીરવ મોદીના અલીબાગ ખાતેના ગેરકાયદેસર બંગલાના તોડી પાડવાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. હાઈકોર્ટે રાયગઢ જિલ્લાના અલીબાગમાં ગેરકાયદેસર નિર્માણ વિરુદ્ધ કાર્યવાહી કરવાનો આદેશ જાહેર કર્યો હતો. મુંબઈ નજીક આવેલું આ સ્થળ રજાઓ ગાળવા માટે લોકપ્રિય છે.

સરકાર દ્વારા અદાલતમાં રજૂ થયેલા વકીલ પી. પી. કાકડેએ મુખ્ય ન્યાયાધીશ એન. એચ. પાટિલના નેતૃત્વવાળી એક ખંડપીઠને જણાવ્યુ  કે જિલ્લા કલેક્ટરે કાર્યવાહી શરૂ કરી દીધી છે. તેમણે કહ્યુ હતુ કે નીરવ મોદીનો બંગલો તોડી પાડવાની પ્રક્રિયા શરૂ થઈ ચુકી છે. પરંતુ એક મોટો બંગલો હોવાના કારણે તેના સંદર્ભે એન્જિનિયરોની સલાહ લેવાઈ રહી છે. બંગલો તોડી પાડવાનું કામ નિયંત્રિત વિસ્ફોટકો દ્વારા પાર પાડવામાં આવશે.

આના પહેલાની સુનાવણીમાં ઈડીએ કહ્યું હતું કે તેમણે આ બંગલાને જપ્ત કરી લીધો છે, માટે આ મામલામાં તેને પણ સાંભળવામાં આવે. નિદેશાલયે જ નીરવ મોદી પર મની લોન્ડ્રિંગનો આરોપ લગાવ્યો છે. આના પહેલા 26 ફેબ્રુઆરીએ ઈડીએ દેશ છોડીને ફરાર થયેલા નીરવ મોદી સાથે જોડાયેલી 147.72 કરોડ રૂપિયાની મિલ્કતોને જપ્ત કરી હતી.

અધિકારીઓનું કહેવું છે કે આમા ગુજરાતના સૂરત અને મહારાષ્ટ્રના મુંબઈની સ્થાવર અને જંગમ મિલ્કતોનો સમાવેશ થાય છે. તેનું કુલ બજાર મૂલ્ય 147 કરોડ 72 લાખ 86 હજાર 651 રૂપિયા છે. જપ્ત કરવામાં આવેલી મિલ્કતોમાં આઠ કાર, પ્લાન્ટ અને મશીનરી, આભૂષણોની ખેપ, પેન્ટિંગ અને કેટલીક ઈમારતોનો સમાવેશ થાય છે.

મહત્વપૂર્ણ છે કે પંજાબ નેશનલ બેન્ક સાથે કરવામાં આવેલી 13 હજાર કરોડ રૂપિયાથી વધારેની છેતરપિંડીના મામલામાં નીરવ મોદી વાંછિત છે. તેની ગ્રુપ કંપનઓ પણ આમા આરોપી છે. એક અધિકારી પ્રમાણે, તેની કંપનીઓમાં ફાયરસ્ટાર ડાયમંડ ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ, ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લિમિટેડ, રાધેશિર જ્વેલરી કંપની પ્રાઈવેટ લિમિટેડ અને રિથિમ હાઉસ પ્રાઈવેટ લિમિટેડ પણ સામેલ છે. ઈડીએ મની લોન્ડ્રિંગ વિરોધી કાયદા – 2002 પ્રમાણે મિલ્કતોને ખાલસા કરી છે.