Site icon Revoi.in

અમેરીકાએ ફરી કહ્યું- ચીન લદ્દાખ સીમા વિવાદ અંગે ચીન જવાબદાર

Social Share

ભારત અને ચીન વચ્ચે  લદ્દાખ સીમા વિવાદ છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યો છે, અમેરીકા સતત આ તણાવ માટે ચીનને જ દોષી ગણાવી રહ્યું છે,ત્યારે હવે ફરીથી અમેરીકાએ આ તણાવનું કારણ ચીનને ગણાવ્યું છે.

અમેરીકાના વિદેશ મંત્રાલયના વરિષ્ઠ એક અધિકારીએ કહ્યું કે, હિમાલયમાં તણાવનું કારણ ચીનનું આ ક્ષેત્રમાં આક્રમક વલણ છે .તેમણે વધુમાં કહ્યું કે, જો તમે હિમાલયમાં ભારત-ચીન વચ્ચેના તણાવને જોશો તો ખબર પડશે કે, વિતેલાકાળમાં આ વિવાદોના નિવારણ માટે અનાવશ્યક અથવા અલેખત નિયમોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.”

હવે તાજેતર ઘટનાક્રમને જોતા ખબર પડશે કે, આ ક્ષેત્રમાં વાસ્તવમાં લોકો અકબીજાને માર મારી રહ્યા છે,જો તમે એક વસ્તુને જોશો કે કયા કારણથી આ બાબત થઈ રહી છે, તો આ પાછળનું કારણ આખા પરિઘમાં ચીની સરકાર દ્વારા અચાનક આક્રમક સ્વર બતાવાનું છે.

ઉલ્લેખનીય છે કે, ભારત ચીન વચ્ચે સીમા વિવાદ ઊંડો જોવા મળી રહ્યો છે,અનેક વાતાઘટો બાદ પણ ચોક્કસ નિવારણ નથી આવી રહ્યું. આ સાથે જ અહિં સૈનિકો વચ્ચે ઝપાઝપીની ઘટના પણ જોવા મળી હતી., 15 જુનની ઘટનામાં ભારતીય 20 જવાનો શહીદ થયા હતા ત્યારથઈ ચીન અને ભારત વચ્ચે આ વિવાદ ચરમ સીમાએ પહોંચ્યો છે.

સાહીન-