Site icon Revoi.in

ફરી એકવાર ટ્વિટર થયું ડાઉન, કંપનીએ ગણાવી તેને ટેક્નિકલ ખામી

Social Share

દુનિયાના સૌથી ચર્ચિત સોશિયલ મીડિયા ટ્વિટર પર ઘણા યુઝર્સના એકાઉન્ટ આજે સવારે આપમેળે લોક થઈ ગયા હતા, જ્યારે આ લોક્ડ એકાઉન્ટથી એવું કોઈ ટ્વિટ પોસ્ટ કરવામાં આવ્યું ન હતું. જેનાથી ટ્વિટરના કન્ટેન્ટ અને ડેટા સંબંધિત નિયમોનું ઉલ્લંઘન થયું હોય.આ સાથે જ ઘણા યુઝર્સની ટ્વિટસ લાંબા સમય પછી ટ્વિટર પર પોસ્ટ કરવામાં આવી રહી હતી. અથવા ટ્વિટ ટાઇમ લાઇન પર ઝડપથી દેખાઈ રહ્યું ન હતું..

ટ્વિટરએ 24 સપ્ટેમ્બરના રોજ બપોરે 1:10 કલાકે ટ્વિટરના સત્તાવાર સપોર્ટ એકાઉન્ટ દ્વારા પણ આ બંને સમસ્યાઓની પુષ્ટિ કરી હતી. જેમાં સમય પર ટ્વિટસમાં વિલંબ સાથે એકાઉન્ટને ‘આકસ્મિક રીતે બંધ’ કરવામાં આવ્યા હોવાની સુચના આપવામાં આવી હતી.

ટ્વિટર સપોર્ટે ટ્વિટ કર્યું, ‘અમે આવા ઘણાં એકાઉન્ટ્સ જોઈ રહ્યા છીએ કે જે ભૂલથી લોક અથવા સીમિત થઈ ગયા છે, એટલા માટે નહીં કે તેઓએ કોઈ ખાસ વિષય વિશે ટ્વિટ કર્યું છે. અમે તેને પૂર્વવત કરવા અને તે એકાઉન્ટને સામાન્યમાં લાવવા માટે કામ કરી રહ્યા છીએ.

આ સાથે ટ્વિટરએ એમ પણ કહ્યું હતું કે આ ભૂલનું કારણ કેટલાક એકાઉન્ટ્સમાં ફોલોઅર્સ અને તેમની સંખ્યાને અસર કરી શકે છે, જેને આપણે ટૂંક સમયમાં દૂર કરીશું.

એકાઉન્ટ્સને સીમિત કરવાની આ ઘટના 2020 ની અમેરિકાના રાષ્ટ્રપતિની ચૂંટણીની વચ્ચે આવી હતી અને તેને ટ્વિટર દ્વારા સોશિયલ નેટવર્કના માધ્યમથી ફરતી ખોટી અને ભ્રામક માહિતીને ફેલાવવાથી અટકાવવા અને તેના નિયમોનું ઉલ્લંઘન કરનારા એકાઉન્ટ્સને દૂર કરવા સંબધિત કાર્યવાહીના રૂપમાં જોવામાં આવે છે.

_Devanshi