Site icon Revoi.in

પુલવામા એટેકેમાં મસૂદ અઝહરનું નામ હટાવાયા બાદ થયો યુએનમાં નિર્ણય: પાકિસ્તાનનો દાવો

Social Share

ઈસ્લામાબાદ: પાકિસ્તાને કહ્યું છે કે તે જૈશ-એ-મોહમ્મદના ચીફ મસૂદ અઝહર પર લગાવવામાં આવેલા પ્રતિબંધોને તાત્કાલિક અસરથી લાગુ કરશે. પાકિસ્તાને એમ પણ કહ્યું છે કે તે અઝહર પર પ્રતિબંધના પ્રસ્તાવ પર ત્યારે જ સંમત થયું કે જ્યારે પુલવામા એઠેકની સાથે તેને જોડવાની કોશિશ સહીત તમામ રાજકીય સંદર્ભોને આ પ્રસ્તાવમાંથી હટાવવામાં આવ્યા.

ભારત માટે મહત્વની કૂટનીતિક જીત હેઠળ યુએનએસસીમાં પાકિસ્તાની આતંકી મસૂદ અઝહરને વૈશ્વિક આતંકવાદી ઘોષિત કરવામાં આવ્યો છે. આના પહેલા ચીને તેને બ્લેક લિસ્ટ કરવા માટેના અમેરિકા, બ્રિટન, ફ્રાંસ દ્વારા લાવવામાં આવેલા પ્રસ્તાવ પર પોતાના દ્વારા લગાવવામાં આવેલી તકનીકી રોકને હટાવી લીધી હતી. અમેરિકા, બ્રિટન અને ફ્રાંસ ફેબ્રુઆરીમાં મસૂદ અઝહરને વૈશ્વિક આતંકી ઘોષિત કરવા માટે યુએનએસસીની 1267  અલકાયદા પ્રતિબંધ સમિતિમાં એક પ્રસ્તાવ લાવ્યા હતા. તેના માત્ર થોડાક દિવસ પહેલા જૈશ-એ-મોહમ્મદે જમ્મુ-કાશ્મીરના પુલવામામાં ભીષણ આતંકી હુમલો કર્યો હતો.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તા મોહમ્મદ ફૈસલે કહ્યુ છે કે પાકિસ્તાન મસૂદ અઝહર પરના પ્રતિબંધોને તાત્કાલિક લાગુ કરશે. તેમણે કહ્યુ છે કે ત્રણ બિંદુઓ- યાત્રા પ્રતિબંધ, હથિયાર પ્રતિબંધ અને મિલ્કત પ્રતિબંધ પર ઔપચારીક કાર્યવાહી કરવામાં આવશે. આ અનિવાર્યતા છે, પાકિસ્તાન એક જવાબદાર દેશ છે અને અમે યોગ્ય કાર્યવાહી કરીશું.

પાકિસ્તાનના વિદેશ મંત્રાલયના પ્રવક્તાનું કહેવું છે કે પાકિસ્તાને મસૂદ અઝહરને આતંકવાદી ગોષિથ કરવાના પાછલા પ્રસ્તાવોને નામંજૂર કર્યા હતા, કારણ કે આ કોશિશોમાં રાજકીય એજન્ડા હતો અને તેનું લક્ષ્ય પાકિસ્તાનને બદનામ કરવાનું હતું. ફૈસલે કહ્યુ છેકે પાકિસ્તાનનું માનવું છે કે આતંકવાદ દુનિયા માટે માથાનો દુખાવો છે, સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ પ્રતિબંધ સમિતિના યાદીબદ્ધતાના નિયમો પર આધારીત છે અને તેના નિર્ણયો સામાન્ય સંમતિથી લેવામાં આવે છે. પાકિસ્તાને આ તકનીકી નિયમોનું સમ્માન કરવાની જરૂરિયાતની હંમેશા તરફદારી કરી છે અને તેણે આ સમિતિના રાજનીતિકરણનો વિરોધ કર્યો છે.

પાકિસ્તાને કહ્યુ છેકે અઝહરને પ્રતિબંધની યાદીમાં નાખવાના ગત પ્રસ્તાવો પર પ્રતિબંધ સમિતિમાં જરૂરી સામાન્ય સંમતિ બની શકી ન હતી, કારણ કે જાણકારીતેના તકનીકી માપદંડો પર યોગ્ય ઉતરી ન હતી. આ પ્રસ્તાવોનું લક્ષ્ય પાકિસ્તાનને બદનામ કરવાનું હતું અને તેને પાકિસ્તાને નામંજૂર કર્યો હતો. તેમણે કહ્યુ છે કે પ્રતિબંધ યાદીમાં નાખવાના હાલના પ્રસ્તાવ પર પાકિસ્તાન ત્યારે રાજી થયું કે જ્યારે પુલવામા હુમલા સાથે તેને જોડવાની કોશિશો સહીતના રાજકીય સંદર્ભોને હટાવવામાં આવ્યા. તેમણે કહ્યુ છે કે સંયુક્ત રાષ્ટ્રના નિર્ણયથી કાશ્મીરીઓના સંઘર્ષ પર કોઈ અસર પડશે નહીં અને પાકિસ્તાન તેમને સમર્થન આપતું રહેશે.