Site icon Revoi.in

પાકિસ્તાનીઓની દૂઆઃઈમરાન ખાન જેવો ભૂગોળ-ઈતિહાસનો શિક્ષક કોઈને ન મળે

Social Share

પાકિસ્તાનના પ્રધાન મંત્રી ઈમરાન ખાન મજાક બનીને રહી ગયા છે ,તેમના પર અવનવા જોક્સ આવી રહ્યા છે તો સમાચાર ચેનલો થી લઈને સમાચાર પત્રો પમ તેમની મજાક ઉડાવવામાં પાછળ નથી રહ્યા ,તેમણે કામ જ એવા કર્યા છે કે કોઈ પણ તેની મજાક કરીને નીકળી જાય,ત્યારે હાલ ઈમરાન ખાન ટ્વિટર પર ખુબ જ ટ્રોલ થઈ રહ્યા છે

કેટલીક ગંભીર વાતો પર ભાષણ આપવા માટે પણ તેઓ ગંભીરતાથી મહેનત અને તૈયારી કર્યા વગરજ નીકળી પડે છે ને પછી સર્જાય છે હાસ્યસ્પદ વાર્તાઓ, ઈમરાન ખાને લઈને ભારતના ઉદ્યોગપતિ આનંદ મહિન્દ્રાએ કહ્યું કે “ભગવાનનો લાખ લાખ આભાર છે કે,આપણાને આવો ઈતિહાસ ને ભૂગોળનો શિક્ષક નથી મળ્યો”

https://twitter.com/GuneshDeosthali/status/1165799349848166401

ઈરાનની રાજધાની તેહરાનમાં ઓયાજીત એક કાર્યક્રમમાં પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાને કહ્યું હતુ કે“જાપાન અને જર્મનીએ બીજા વિશ્વ યુદ્ધ સુધી એક બીજા દેશના લાખો નાગરિકોના જીવ લીધા હતા,ત્યાર પછી તેમને પોતાની ભૂલનો એહસાસ થયો,બન્ને દેશોએ સરહદ પર સંયૂક્ત કારખાના ખોલ્યા, એટલા માટે અમારી અટલે કે પાકિસ્તાન અને ઈરાન વચ્ચે ખરાબ સંબધોનો સવાલ જ પેદા નથી થતો, કારણે કે વ્યાપારીક સંબંધો મજબુત છે,બે દેશો વચ્ચે જ્યારે વ્યાપારીક સંબંધો મજબુત હોય તો બાકીના સંબંધો આપમેળે સારા થી જતા હોય છે ”

આ વાતને લઈને પાકિસ્તાનની પૂર્વ વિદેશ મંત્રી પિના રબ્બાની ખારે પણ પાકિસ્તાનના પીએમ ઈમરાન ખાનની બેઈજ્જતી કરી હતી,તેમણે કહ્યું હતુ કે “અમારા દેશના પીએમે તો ભૂગોળને જ બદલી નાખ્યુ છે,પીએમ ઈમરાન ખાન કહે છે કે,જાપાન ને જર્મની જાણે એક સાથે થઈ ગયા છે,તે રીતે અમે પમ કરીશું પાકિસ્તાન અને ઈરાન,હિના રબ્બાને વધુમાં કહ્યુ હતુ કે,ક્યા જર્મની અને ક્યા જાપાન,એપ યૂરોપનો ખોસ દેશ છે તો બીજો પૂર્વ એશિયાનો દેશ છે અને અમારા મહાન પીએમ સાહેબે તો આ બન્ને ને સાથે કરી દીધા”