Site icon Revoi.in

આતંક પર સવાર પાકિસ્તાનનું ‘ઘોડાયાન’, કલ્યાણના પથ પર અગ્રેસર ભારતનું ચંદ્રયાન

Social Share

ભારત અને પાકિસ્તાન બંનેની બ્રિટશરોની ચુંગલમાંથી આઝાદીને સાત દાયકાથી વધુ સમય થઈ ચુક્યો છે. પરંતુ મુસ્લિમ રાષ્ટ્રવાદના નામે ટુ-નેશન થિયરીની જીદને કારણે પાકિસ્તાને કટ્ટરવાદ અને ત્યાંથી આતંકવાદનો માર્ગ પકડીને દુનિયાની શાંતિને તબાહ કરવાનું શરૂ કર્યું.

પાકિસ્તાનના અસ્તિત્વ સાથે ભારતની ભૌગોલિક સ્થિતિ ખંડિત બની, અખંડ ભારતના ભાગલા થયા. પરંતુ બ્રિટિશરોની આઝાદી બાદ ભારતે સતત પ્રગતિના પંથે અગ્રેસર થવાનું શરૂ કર્યું. પાકિસ્તાનમાં આતંકની ફેક્ટરી છે, તો ભારતમાં ઈસરો, ડીઆરડીઓ જેવી વૈશ્વિક સ્તરની સંસ્થાઓ મોટી-મોટી સિદ્ધિઓ પ્રાપ્ત કરી રહી છે.

ભારત અને પાકિસ્તાનના સાત દાયકાથી વધુ લાંબી બ્રિટિશરોથી આઝાદીની સફર બે તસવીરોથી જોઈ શકાય છે. પહેલી તસવીર પાકિસ્તાનમાં ચાલતી ઘોડા ટ્રેનની છે. તો બીજી તસવીર ભારતના ચંદ્રાયાન-2ની છે. એટલે કે ઘોડાગાડીથી શરૂ થયેલી ભારતની વિકાસની યાત્રા ચંદ્રાયાન-1થી આગળ વધીને 22 જુલાઈએ ચંદ્રાયાન-2નું લોન્ચિંગ થયું છે અને તેનાથી આગળ મિશન મંગળ તથા ગગનયાન તરફ ભારત આગળ વધી રહ્યું છે.

પાકિસ્તાનના ઘોડાયાનનું થતું દરરોજનું લોન્ચિંગ!

ભારતના ચંદ્રાયાન-1ના લોન્ચિંગનો વીડિયો

પાકિસ્તાનના ફૈસલાબાદ ડિવિઝનમાં આવેલા નાનકડાં ગામ ચક નંબર 591-જીબીને ગંગાપુર તરીકે ઓળખવામાં આવે છે. અહીં પખ્યાત એન્જિનિયર અને ફિલાન્થ્રોપિસ્ટ સર ગંગારામના કારણે હોર્સ ટ્રેનની શરૂઆત થઈ હતી. આ ગંગાપુર ગામ 19મી સદીમાં મોડલ ગ્રામ તરીકે પંકાયેલું હતું. ગંગાપુરમાં સર ગંગારામે આધુનિક ખેતીના સાધનો અને મશીનરી લાવવાનું કામ કર્યું હતું. તેમણે 1899માં ગોગિરા બ્રાંચ કેનાલમાંથી સિંચાઈ માટે પાણીનો ઉપયોગ કરવા માટે હેવી ડ્યૂટી ઈલેકટ્રિકલ મોટર મંગાવી હતી. આ મોટરને લાહોરથી ગંગાપુર ખાતે રેલવે દ્વારા લાવવામાં આવી હતી. ત્યારે દુનિયામાં રેલવેની શરૂઆત હતી. તે સમયે ગંગાપુર ખાતે સર ગંગારામ નામના હિંદુ કારોબારીએ હોર્સ ટ્રેનથી મોટરને તેના ગંતવ્ય પર પહોંચાડી તેની સાથે પાકિસ્તાનના ઘોડાયાનની શરૂઆત થઈ હતી.

પાકિસ્તાનમાં ઘોડાથી ચાલતી ટ્રામ આમ તો 112 વર્ષ જૂની છે. એટલે કે 1898માં તે શરૂ થઈ હતી. જ્યારે પાકિસ્તાનમાં ઘોડાથી ચાલતી ટ્રામ શરૂ થઈ હતી, ત્યારે તે જમાનાની સરખામણીએ ઘણું આધુનિક હતું. તે સમયે ઘોડાની ટ્રામ શરૂ પાકિસ્તાનના ગંગાપુરથી બુચિઆના વચ્ચે શરૂ થઈ હતી. આ સ્થાન શૈખુપુરાથી શોરકોટ બ્રાંચ લાઈન પર લાહોરથી 101 કિલોમીટરના અંતરે આવેલું છે. બુચિઆનાથી ગંગાપુર વચ્ચેનું અંદાજીત અંતર ત્રણ કિલોમીટર છે. 1898માં બુચિઆના રેલવે સ્ટેશનથી ગંગાપુર ખાતે એક હેવી ઈલેક્ટ્રિકલ મોટર ગંગાપુર ખાતે લાવવાની હતી. તેના માટે કોઈ સાધન ઉપલબ્ધ ન હતું. આ હેવી ઈલેટ્રિકલ મોટર સર ગંગારામ નામના ગંગાપુર ખાતેના એક હિંદુ કારોબારીએ મંગાવી હતી. સર ગંગા રામે હેવી ઈલેક્ટ્રિકલ મોટરને ગંગાપુર લઈ જવા માટે સ્પેશયલ રેલવે ટ્રેકના નિર્માણનો ઓર્ડર આપ્યો હતો. આ રેલવે ટ્રેક ટ્રોલી પર હેવી ઈલેટ્રિકલ મોટરને ઘોડા દ્વારા ખેંચી તેના ગંતવ્ય સ્થાને પહોંચાડવામાં આવી હતી. જો કે આ હેવી ઈલેટ્રિકલ મોટરને પહોંચાડયા બાદ આ ટ્રેક પર બંને ગામ વચ્ચે હોર્સ ટ્રેનથી આવાગમન ચાલુ જ રહ્યું હતું. પાકિસ્તાનમાં આ હોર્સ ટ્રેન 1998 સુધી લગભગ 100 વર્ષ સતત ચાલી હતી. પરંતુ નાણાંકીય સમસ્યાઓ અને ટ્રેકના ખરાબ થઈ જવાને કારણે હોર્સ ટ્રેન બંધ કરવામમાં આવી હતી.

પાકિસ્તાનને સર ગંગારામ નામના હિંદુ કારોબારી દ્વારા બનાવવામાં આવેલા રેલવેના સ્પેશયલ ટ્રેક પર હોર્સ ટ્રેનના બંધ થયા બાદ તેને રિપેર કરીને 12 વર્ષ બાદ ફરીથી શરૂ કરવામાં આવી હતી. આ પાકિસ્તાની ઘોડાયાનને ફરીથી શરૂ કરવા માટે જિલ્લા વહીવટી તંત્રે 3.3 મિલિયન, જારાંવાલા તહેસીલ મ્યુનિસિપલ એડમિનિસ્ટ્રેશનએ 40 હજાર અને ગ્રામજનોએ 1.7 મિલિયન રૂપિયા એકઠા કરીને આપ્યા હતા.

પાકિસ્તાનનું 19મી સદીની શરૂઆતનું મોડલ વિલેજ ગંગાપુર એક હિંદુ કારોબારી સર ગંગારામને કારણે આદર્શ ગામ હતું. હોર્સ ટ્રેનની ભેંટ પણ હિંદુ કારોબારીઓ પાકિસ્તાનના આ ગામને આપી હતી. ભારતના ભાગલા અને પાકિસ્તાનના અસ્તિત્વ સાથે ગંગાપુર એક કમનસીબ ગામમાં ફેરવાયું. 100 હોર્સ ટ્રેન ચલાવ્યા પછી તેના બંધ થવા અને ફરી ચાલુ થવામાં 12 વર્ષ લાગ્યા અને પાકિસ્તાને તેને હેરિટેજ ગણાવે છે. પાકિસ્તાનમાંથી આવેલા હિંદુ-શીખ કારોબારીઓ અને ગણમાન્ય લોકોને કારણે જ પાકિસ્તાન તરીકે ઓળખાતા પ્રદેશની જાહોજલાલી હતી. પરંતુ પાકિસ્તાન ઈસ્લામિક દેશ બન્યો અને ઘોડાયાન અને હિંસક પરમાણુ હથિયારો તથા ટેરર નેટવર્કથી આગળ કંઈ કરી શક્યો નથી. તેની સામે હિંદુઓની બહુમતી અને પ્રગતિશીલ વિચારોના કારણે ભારત આજે ચંદ્ર પર જઈ આવ્યું અને હવે ચંદ્રની એવા સ્થાને જશે કે જ્યાં દુનિયાનો કોઈપણ દેશ પહોંચી શક્યો નથી. પાકિસ્તાનના ઘોડાયાન સુધીની જ સ્થિતિ અને ભારતના ચંદ્રયાન, મંગળયાન અને ગગનયાન તરફથી સફરનું રહસ્ય પણ આમા જ છુપાયેલું છે.