Site icon Revoi.in

“ બાપ બનવાની ક્ષમતા” જાળવી રાખવી હોય, તો ટ્રાઉઝરના ખિસ્સામાં મોબાઈલ મૂકવાનું કરજો બંધ

Social Share

તમારા પેન્ટના ખિસ્સામાં રહેલો કોઈપણ આકારનો મોબાઈલ કેટલાક પ્રમાણમાં રેડિએશન બહાર ફેંકતો હોય છે અને તે ઈનફર્ટિલિટીનું કારણ બની શકે છે. આના સંદર્ભે પહેલા જ ઘણી જ ચર્ચા થઈ ચુકી છે કે હાઈ સ્પેસિફિક અબ્ઝોર્પ્શન રેટ એટલે કે એસએઆર વેલ્યૂવાળી બૉડીના સેલ્યૂલર લેવલ પર નુકસાન પહોંચાડે છે. ખાસ કરીને ત્યારે જ્યારે પોતાના ફોનને કાન પર લગાવીને કલાકો સુધી વાત કરવામાં આવે છે. પરંતુ હવે આ વિષય પર વધારે ધ્યાન આપવામાં આવ્યું નથી કે સ્માર્ટફોનમાંથી નીકળનારા રેડિએશન સ્પર્મને પણ નુકસાન પહોંચાડે છે.

હાલ એ વાત પર કોઈ સંમતિ નથી કે સ્માર્ટફોન કેન્સરનું કારણ બને છે કે નહીં. ડબલ્યૂએચઓનું કહેવું છે કે કોઈ નિર્ણાયક પ્રમાણ પણ નથી અને અમેરિકા તથા યુરોપિયન રેગ્યુલેટર્સનું પણ આવું જ માનવું છે. જો કે રિસર્ચર્સનું માનવું છે કે ફોનમાંથી નીકળનારા રેડિએશન સ્પર્મ માટે નુકસાનકારક છે અને તે ઈનફર્ટિલિટીનું કારણ બની શકે છે.

સ્પર્મ કાઉન્ટ પર સેલ ફોન રેડિએશનની અસરોને નિર્ધારીત કરવા માટે ઘણાં રિસર્ચ કરવામાં આવ્યા છે. સેન્ટ્રલ યુરોપિયન જર્નલ ઓફ યુરોલોજીમાં 2014ના રિસર્ચમાં ખુલાસો થયો હતો કે જે પુરુષો પોતાના ફોન લાંબો સમય માટે ખિસ્સામાં રાખે છે, તેમની અંદર સ્પર્મ કાઉન્ટમાં સમસ્યા સર્જાઈ હતી અને ડીએનએ ફ્રેંગમેન્ટેશનની સાથે સ્પર્મ સેલ્સની સંખ્યા વધારે હતી.

રિસર્ચનું તારણ હતું કે એવા પુરુષો કે જે પિતા બનવા મટે ખુદને તૈયાર કરી રહ્યા છે, ખાસ કરીને જ્યારે તેમને ફર્ટિલિટીની સમસ્યા હોય, ત્યારે સારું રહેશે કે ટ્રાઉઝરના ખિસ્સામાં મોબાઈલ ફોનને લાંબા સમય સુધી રાખવાથી બચવામાં આવે.

ઈન્ટરનેશનલ જર્નલ ઓફ ફર્ટિલિટી એન્ડ સ્ટરિલિટી દ્વારા 2015માં કરવામાં આવેલા એક રિસર્ચમાં પણ સ્પર્મ માટે આવું જ તારણ આપવામાં આવ્યું છે. આમા વ્યક્તિ એક કલાક માટે રેડિએસનના કોન્ટેક્ટમાં હતો. વોક્સ ડોટ કોમના એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે ફર્ટિલિટીની દ્રષ્ટિએ મહિલાઓની સરખામણીમાં ફોન રેડિએશનની વધારે અસર પુરુષોને થાય છે. આવું સ્પર્મ અને ઓવરીના લોકેશનને કારણે થાય છે.

ઓવરી મહિલાઓના શરીમાં ઘણાં અંદર રહેલી હોય છે. ત્યાં સુધી રેડિએશનની અસર સરળતાથી પહોંચતી નથી. બીજી તરફ પુરુષોના શરીરમાં સ્પર્મ સેલ્સ ટેસ્ટિસમાં રહેલા હોય છે, જે બૉડીની બહાર હોય છે. તેવામાં રેડિએશનની અસર મહિલાઓની સરખામણીમાં પુરુષોમાં વધુ ઝડપથી થાય છે.

હજી સુધી પુરુષોની ફર્ટિલિટી પર મોબાઈલથી થનારી અસરોને ઔપચારીકપણે સાબિત કરી શકાઈ નથી. પરંતુ સાર એવો છે કે મોબાઈલ ફોનના રેડિએશન સ્પર્મ માટે સારા નથી.