Site icon Revoi.in

પીએમ મોદીનું માલદીવમાં ભવ્ય સ્વાગત, રુલ ઓફ નિશાન ઈજ્જુદ્દીનથી થયા સમ્માનિત

Social Share

માલે:નરેન્દ્ર મોદી ફરીથી વડાપ્રધાન બન્યા બાદ પોતાની પહેલી વિદેશ યાત્રાએ શનિવારે માલદીવ પહોંચ્યા છે. તેમની આ વિદેશ યાત્રા ભારતની નેબરહુડ ફર્સ્ટની નીતિને આપવામાં આવતા મહત્વને દર્શાવે છે.

મોદીનું માલે એરપોર્ટ પર વિદેશ પ્રધાન અબ્દુલ્લા શાહિદે સ્વાગત કર્યું હતું. આ યાત્રાનો ઉદેશ્ય હિંદ મહાસાગરના ટાપુસમૂહ દેશ સાથેના સંબંધોને વધુ મજબૂત કરવાનો છે.

પીએમ મોદીને માલદીવ દ્વારા પોતાના સર્વોચ્ચ સમ્માન રુલ ઓફ નિશાન ઈજ્જુદ્દીનથી સમ્માનિત કરવામાં આવ્યું છે. વિદેશ પ્રધાન શાહિદે મોદીની યાત્રાને ધ્યાનમાં રાખીને ટ્વિટ કર્યું છે કે રુલ ઓફ નિશાન ઈજ્જુદ્દીન માલદીવનું સર્વોચ્ચ સમ્માન છે અને તેને વિદેશી હસ્તીઓને એનાયત કરવામાં આવે છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યુ હતુ કે માલદીવની તેમની યાત્રા ભારત દ્વારા પોતાના પાડોશી પહેલાની નીતિને આપવામાં આવતા મહત્વને દર્શાવે છે. મોદીએ કહ્યુ છે કે ભારત, માલદીવને મહત્વનું ભાગીદાર માને છે. તેની સાથે ભારતના ઘેરા ઐતિહાસિક અને સાંસ્કૃતિક સંબંધ છે. મોદી રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ સાલેહના શપથગ્રહણ સમારંભમાં ભાગ લેવા માટે નવેમ્બર માસમાં માલદીવ ગયા હતા.

માલદીવના વિદેશ પ્રધાન શાહીદે ટ્વિટર પર કહ્યુ છે કે ધ મોસ્ટ ઓનરેબલ ઓર્ડર ઓફ ધ ડિસ્ટીંગ્યુઈશ્ડ રુલ ઓફ નિશાન ઈજ્જુદ્દીન માલદીવનુ સર્વોચ્ચ સમ્માન છે અને તેને વિદેશી હસ્તીઓને આપવામાં આવે છે.

તેમણે ટ્વિટ કર્યુ હતુ કે માલદીવના રાષ્ટ્રપતિ ઈબ્રાહીમ મોહમ્મદ સોલિહે મોદીના સર્વોચ્ચ સમ્માન ધ મોસ્ટ ઓનરેબલ ઓર્ડર ઓફ ધ ડિસ્ટીંગ્યુઈશ્ડ રુલ ઓફ નિશાન ઈજ્જુદ્દીનથી સમ્માનિત કરવાનો નિર્ણય કર્યો છે. શાહિદે ટ્વિટમાં નમસ્કાર અને સ્વાગતમ શબ્દનો પણ ઉપયોગ કર્યો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે કહ્યુ છે કે માલદીવની પોતાની આ યાત્રા ભારતની પાડોશી પ્રથમની મહત્વપૂર્ણ નીતિને દર્શાવે છે.