Site icon Revoi.in

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દુનિયાના ટોચના રોકાણકારોને સંબોધિત કરશે

Social Share

દિલ્લી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે દુનિયાના ટોપ રોકાણકારો સાથે વર્ચ્યુઅલ ગ્લોબલ ઇન્વેસ્ટર રાઉન્ડટેબલ સમિટની અધ્યક્ષતા કરશે. વીડિયો કોન્ફરન્સ દ્વારા યોજાનારી આ બેઠકમાં અમેરિકા,યુરોપ,કેનેડા, કોરિયા જેવા દેશોની 20 ટોચની સંસ્થાકીય રોકાણકાર કંપનીઓના પ્રમુખો ભાગ લેશે. વર્ચ્યુઅલ ગ્લોબલ ઈન્વેસ્ટર રાઉન્ડટેબલ સમિટ 2020 ની ચર્ચામાં ભારતના આર્થિક અને રોકાણના લેન્ડસ્કેપ, માળખાગત સુધારાઓ અને સરકારના 5,000 અબજ ડોલરના અર્થતંત્ર પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.

પ્રધાનમંત્રી કાર્યાલયના નિવેદન મુજબ, નાણા મંત્રાલય, રાષ્ટ્રીય રોકાણો અને માળખાગત ભંડોળ દ્વારા ઓનલાઇન વૈશ્વિક રોકાણકાર વીજીઆઈઆર સમિટ 2020 નું આયોજન કરવામાં આવી રહ્યું છે. સરકારી સંપત્તિ નિધિ અને પેન્શન ફંડ સહિત વિશ્વના તમામ મોટા રોકાણકારો આ બેઠકમાં ભાગ લેશે. આ રોકાણકારો પાસે 6,000 અબજ ડોલરથી વધુની સંપત્તિ વ્યવસ્થાપન હેઠળ છે.

અંબાણી અને ટાટા જેવા ઉદ્યોગપતિઓ પણ થશે સામેલ

આર્થિક બાબતોના સચિવ તરુણ બજાજે કહ્યું કે, બેઠકમાં રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના મુકેશ અંબાણી,એચડીએફસીના દિપક પારેખ,સન ફાર્માના દિલીપ સંઘવી, ઇન્ફોસીસના નંદન નિલેકણી, ટાટા ગ્રુપના રતન ટાટા અને કોટક મહિન્દ્રા બેંકના ઉદય કોટક જેવા દિગ્ગજ ઉદ્યોગપતિ સામેલ થશે. અને તેમનો અનુભવ શેર કરશે.

આ દેશોના રોકાણકારો પણ થશે સામેલ

વીજીઆઈઆર 2020 માં ભાગ લેનારા આ વૈશ્વિક સંસ્થાકીય રોકાણકારો અમેરિકા,યુરોપ,કેનેડા,કોરિયા,જાપાન,પશ્ચિમ એશિયા,ઓસ્ટ્રેલિયા અને સિંગાપુર સહિતના પ્રમુખ ક્ષેત્રોનું પ્રતિનિધિત્વ કરે છે. આમાંના કેટલાક રોકાણકારો એવા છે જે પહેલીવાર ભારત સરકારમાં જોડાશે.

બેઠકમાં સામેલ થનારા કેટલાક પ્રમુખ કોષ ટેમાસેક, ઓસ્ટ્રેલિયન સુપર, સીડીપીક્યુ, સીપીપી ઇન્વેસ્ટમેન્ટ્સ, જીઆઈસી, ફ્યુચર ફંડ, જાપાન પોસ્ટ બેંક, જાપાન બેંક ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશન, કોરિયન ઈન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન, ઓનટોરિયો ટીચર્સ, ટીચર્સ રીટાયરમેંટ ટેક્સાસ અને પેન્શન ડેનમાર્કનો સમાવેશ થાય છે

આ પરિષદ પાછળનો વિચાર રોકાણકારોને ભારતમાં રોકાણની તકો, ભારતની હાલની આર્થિક સ્થિતિ અને તેમને તકો વિશે માહિતી આપવાનો છે. આ બેઠક ભારતના અગ્રણી વૈશ્વિક રોકાણકારો અને વેપારી નેતાઓને દેશના વરિષ્ઠ નીતિ ઉત્પાદકો સાથે જોડાવાની અને ભારતમાં વધુ આંતરરાષ્ટ્રીય રોકાણને વેગ આપવા માટેના ઉપાયો પર વાતચીત કરવાની તક પૂરી પાડશે.

_Devanshi