Site icon Revoi.in

ઈમરાનનો “મુસ્લિમ કોમવાદ” ખુલ્લો પડયો, પાકિસ્તાની સાંસદે કહ્યુ- ક્યાં સુધી બળતા રહેશે મંદિર?

Social Share

જમ્મુ-કાશ્મીરમાં માનવાધિકાર ઉલ્લંઘનની વાત કરનારા પાકિસ્તાન અને તેના વડાપ્રધાન ઈમરાનખાનના તેમના દેશમાં તેમના દ્વારા ચલાવાય રહેલા મુસ્લિમ કોમવાદ-કટ્ટરતાવાદ અને માનવાધિકારના તેમના દ્વારા થતા બેફામ ઉલ્લંઘનોની પોલ ખુલી ગઈ છે.

પાકિસ્તાની મુસ્લિમ લીગ-નવાઝના સાંસદ અને હિંદુ નેતા ખીલદાસ કોહિસ્તાનીએ કહ્યુ છે કે ગત ચાર માસમાં 25થી 30 હિંદુ યુવતીઓના અપહરણ કરવામાં આવ્યા છે. આ યુવતીઓ ક્યારેય પાછી આવી નથી. ક્યાં સુધી અત્યાચાર થતા રહેશે?

તેમણે આગળ કહ્યુ છે કે અહીંના હિંદુઓએ ક્યાં સુધી લાશો ઉઠાવવી પડશે? અમારા મંદિર ક્યાં સુધી બળતા રહેશે? સાંસદ અને પાકિસ્તાન મુસ્લિમ લીગ- નવાઝના સિંધની લઘુમતી શાખાના પ્રમુખ ખીલદાસ કોહિસ્તાનીએ કહ્યુ છે કે સિંધ ઘોટકી અને ઉમરકોટમાં જ આ ઘટનાઓ કેમ થઈ રહી છે? આ આગ આખા સિંધમાં ફેલાઈ જશે. તેને રોકવી જોઈએ. સિંધમાં કેટલાક લોકો છે, જેમની ધરપકડ કરવી જોઈએ. તેમની શક્તિ પર અંકુશ લગાવવાની સરકારની જવાબદારી છે.