Site icon Revoi.in

પત્નીનું કોઈ અન્ય શખ્સ સાથે અફેયર માનસિક સતામણી : પંજાબ-હરિયાણા હાઈકોર્ટ

Social Share

ચંદીગઢ : પંજાબ-હરિયાણા હાઈકોર્ટે એક કેસમાં ટીપ્પણી કરતા કહ્યું છે કે મહિલાનું અન્ય કોઈ વ્યક્તિ સાથે અફેયર તેના પતિ સાથે માનસિક ઉત્પીડનની શ્રેણીમાં આવે છે. તેના આધાર પર તે લગ્ન તોડવાનો હકદાર પણ છે. જસ્ટિસ રાજન ગુપ્તા અને જસ્ટિસ મંજરી નહેરુ કૌલની ડિવિઝન બેંચે ક્હ્યું છે કે જો તેને ક્રૂરતા માનવામાં નહીં આવે, તો ક્રૂરતાની અસલી વ્યાખ્યા શું હશે, કોર્ટને પણ તેનો અંદાજો નથી.

કોર્ટે મહિલાની અરજી નામંજૂર કરતા આ નિર્ણય આપ્યો છે. મહિલાએ ગુરુગ્રામ ફેમિલી કોર્ટના લગ્ન ભંગ કરવાના નિર્ણયને પડકારતી હાઈકોર્ટમાં અપીલ કરી હતી. લગ્નને એ આધાર પર તોડવાનો નિર્ણ કરવામાં આવ્યો હતો કે મહિલાનું કોઈ અન્ય વ્યક્તિ સાથે અફેયર હતું અને તેને કારણે પતિ તણાવમાં હતો. ફેમિલી કોર્ટના ચુકાદાને પડકરતા મહિલાએ હાઈકોર્ટમાં પોતાની અપીલમાં કહ્યું છે કે ફેમિલી કોર્ટ આ તથ્યને આંકવામાં અસફળ રહી છે કે તેમની વિરુદ્ધ ઉત્પીડનના આરોપ પર તેના પતિએ કોઈ નક્કર પુરાવા રજૂ કર્યા ન હતા.

 તેણે પોતાની અપીલમાં તર્ક આપ્યો કે આ આરોપોને હળવા મતભેદ અથવા ગલતફેમી પણ કહી શકાય છે, જે દરેક લગ્નમાં હોય છે. દંપત્તિના લગ્ન 2014માં થયા હતા અને કોઈ બાળક પણ નથી. બીજી તરફ પતિએ આરોપ લગાવ્યો છે કે તેની પત્નીનો વ્યવહાર તેના અને તેના પરિવાર પ્રત્યે ખૂબ જ ખરાબ અને ગંદો થઈ ગયો હતો. ત્યાં સુધી કે હનીમૂન દરમિયાન પણ મહિલાએ તેની સાથે સંબંધ બનાવવાનો ઈન્કાર કર્યો હતો.

શખ્સે એમ પણ જણાવ્યુ કે તેની પત્નીનું કોઈ અન્ય સાથે અફેયર છે અને મેસેજ-ઈમેલ તરીકે તેને સાબિત કરવા માટે પુરતા પુરાવા પણ છે. શખ્સે કહ્યુ છે કે તે ઘણો તણાવમાં આવી ગયો હતો. તેણે કહ્યુ છે કે તેણે પોતાના લગ્નને બચાવવાનો ઘણો પ્રયાસ કર્યો, પરંતુ તે અસફળ રહ્યો.

બંને પક્ષોને સાંભળ્યા બાદ હાઈકોર્ટે આકલન કર્યું છે કે લગ્નમાં ઉત્પીડનની ચોક્કસ વ્યાખ્યા આપવી શક્ય નથી. કોર્ટે એમ પણ તારવ્યું કે મહિલાએ અન્ય શખ્સ સાથે ઈમેલ એક્સચેન્જ કરવાની વાત સ્વીકારી અને પતિની માફી પણ માંગી. કોર્ટે એ પણ તારવ્યું કે મહિલાએ તેના પતિની વિરુદ્ધ ખોટા આરોપ લગાવતા એફઆઈઆર નોંધાવી હતી. બાદમાં તેને બરી કરી દેવામાં આવ્યો હતો.

કોર્ટે કહ્યું છે કે આ આવી રીતે સ્પષ્ટ છે કે પત્નીએ જાણીજોઈને આવો વ્યવહાર કર્યો હતો. તેણે એ પણ નથી વિચાર્યું કે તેના આચરણથી પતિને માનસિક પીડા અને યાતનાનો સામનો કરવો પડશે. જો તેને ક્રૂરતા માનવામાં આવશે નહીં, તો પછી કોને ક્રૂરતા કહેવામાં આવશે, તે કોર્ટ પણ જાણતી નથી.