Site icon Revoi.in

બેંકોને લઈને ચાલી રહેલી અફવાઓ પર ધ્યાન આપશો નહીં : RBI

Social Share

આરબીઆઈએ કહ્યું છે કે અલગ-અલગ બેંકોના બંધ થવા અને નાણાં કાઢવા પર પ્રતિબંધની વાતો પર ધ્યાન આપશો નહીં. આરબીઆઈ તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે કેટલાક સ્થાનો પર કોઓપરેટિવ બેંક અને અન્ય બેંકોને લઈને ઘણા પ્રકારની અફવાઓ છે, જેને લઈને લોકોમાં ઉહાપોહની સ્થિતિ પેદા થઈ રહી છે. બેંકિંગ સિસ્ટમ સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેવામાં આના પર ધ્યાન આપશો નહીં અને અફવામાં આવીને પરેશાન થશો નહીં.

24 સપ્ટેમ્બરે આરબીઆઈએ પંજાબ એન્ડ મહારાષ્ટ્ર કૉઓપરેટિવ બેંક પર કેટલાક પ્રતિબંધ લગાવી દીધા હતા. આરબીઆઈએ આ બેંકોના ખાતામાંથી ખાતાધારકની એક દિવસમાં નાણાંના ઉપાડની મર્યાદા 1000 રૂપિયા કરી દીધી હતી. તેના પછી બેંકોને લઈને ઘણાં પ્રકારની વાતો સતત સામે આવી રહી છે. જેનાથી સામાન્ય લોકોની વચ્ચે દોડધામનો મામહોલ બની રહ્યો છે.

તાજેતરમાં નવ બેંકોને બંધ કરવાને લઈને પણ એક અહેવાલ સોશયલ મીડિયા પર ફેલાવવામાં આવ્યા હતા. તેના પછી ભારતીય રિઝર્વ બેંકે નવ બેંકો બંધ કરવાની અફવાનું પણ ખંડન કરતા કહ્યુ છે કે દેશમાં ચાલી રહેલી કોઈપણ વાણિજ્યિક બેંક બંધ થઈ રહી નથી.

કેન્દ્રીય નાણાં સચિવ રાજીવ કુમારે સોશયલ મીડિયા પર ચાલી રહેલા આવા સંદેશાઓને શરારતપૂર્ણ ગણાવ્યા છે અને કહ્યુ છે કે મોદી સરકાર જાહેર ક્ષેત્રની બેંકોમાં મૂડી નાખીને તેમને મજબૂત કરવાની તૈયારીમાં છે. આરબીઆઈએ નિવેદન આપ્યું છે કે સોશયલ મીડિયાના કેટલાક વર્ગોમાં સમાચારા ચાલી રહ્યા છે કે આરબીઆઈ કેટલીક વાણિજ્યિક બેંકોને બંધ કરી રહી છે, આ સંપૂર્ણપણે ખોટા સમાચાર છે.