Site icon Revoi.in

ભારતની વિરાંગનાઓ ભાગ-1: જાણો પોર્ટુગીઝોને માત આપનારી બહાદુર ‘અબ્બાકા ચૌવટા’ વિશે

Social Share

સાહિન મુલતાની

પાવન પવિત્ર નવરાત્રી શરુ થતાની સાથે જ, આપણે દરેક દેવીરુપી શક્તિઓને યાદ કરીએ છીએ, તેમની આરાધના કરીએ છીએ,સાક્ષાત માતાના રુપમાં આપણાને અનેક દેવી શક્તિઓ મળી છે,આ શકિતઓમાં, મા દુર્ગા હોય, મા સરસ્વતી હોય,આ પર્વે પૂર્વ સદીઓની વિરાંગનાઓની વીર શક્તિને યાદ કરવાનું કેમ ભુલાઈ,આજે તમને એક એવી જ શક્તિશાળી વિરાંગનાની વાત કરીએ,કે જે દેવી તો નહોતા પરંતુ તેમની શક્તિઓથી કેટલાક પરાક્રમો કરીને એક ઈતિહાસ રચ્યો છે.

ઈ.સ 1555ની તે શરુઆત હતી,આ સમયે 1500ના દાયકામાં પોર્ટુગીઝની સત્તાની તાકાત હતી ,પોર્ટીગીઝે કાલિકટમાં વસતા ઝામોરિયન્સ જાતિને પરાજીત કરી જીત મેળવી,તેમણે બીજાપુરના સુલતાનને પણ હરાવ્યો અને ગુજરાતના સુલતાન પાસેથી દમણની સત્તા પણ લઈ લીધી,પછી માયલાપોરમાં સત્તાનું સ્થાપન કર્યું હતું, મુંબઈ પર કબ્જો મેળવી ગોવા શહેરને મથક બનાવ્યું, પોર્ટુગીઝોને ટક્કર આપી શકે તેવી કોઈ તાકાતવર સત્તા નહોતી, જેથી ગોવામાં કપાલીશ્વર મંદિરને તોડી ચર્ચની સ્થાપના કરી હતી.

તેમનો ધ્યેય હતો મેંગ્લોરના બંદર પર કબ્જો કરવો, આ બંદર તે સમયે વ્યાપાર ક્ષેત્રે ખુબજ વિકસીત હતું, આ બંદરથી માત્ર 14 કિલો મીટર દક્ષિણની દુરીએ ઉલ્લાલ નામની જાતિઓની વસાહત હતી.પાર્ટુગીઝોનું નસીબ અહિ જોર નહોતું કરતું,આ સમયમાં તેમને ટક્કર આપવા એક 30 વર્ષની ‘અબ્બાકા ચૌવટા’નામની મહાન અને બહાદુર સ્ત્રી હતી,તેમના માટે તે સામાન્ય નારી હતી.

અબ્બાકાને ગોવા લાવવા માટે સૈનિકોની બૉટ મેંગ્લોર બંદર પર મોકલી,પરંતુ અબ્બકાનો પ્રથમ પરિચય ત્યારે મળ્યો કે, જ્યારે પોર્ટુગીઝોએ મોકલેલી બૉટ ક્યારે ગોવા પરત ન ફરી.પોરર્ટુગીઝો ખુબ જ આક્રમક બનતા ફરીથી ચૌવટાને પકડવા મોટા કાફલાને મેંગલોર રવાના કર્યો.

પોર્ટુગીઝોએ આ કાફલાની સાથે એક ખુબજ શક્તિશાળી અને મહાન તાકાતવર એવા ‘એડમિરલ ડોમ અલ્વોરા ડાસિલ્વેરા’ નામના વ્યક્તિને મોકલ્યો,પરંતુ પોર્ટૂગીઝોને હાર મળી હતી,આ બોટ ગોવા પાછી આવી પરંતુ સૌનિકો ઘાટલ થયા હતા, એડમિરલ ડોમ ધાયલ થયેલી હાલતમાં ખાલીહાથે પાછો વળ્યો.પોર્ટુગીઝોને સતત ત્રણ વાર હાર મળી હતી.

પોર્ટૂગીઝોની હવે કિલ્લો પર નજર હતી,મેંગલોરથી દુર અંતરે હુમલો કર્યો.આ યોજનાથી મેંગલોર કબ્જે કર્યા પછી,પોર્ટુગીઝ સત્તાના જનરલ ‘જોઆઓ પેક્સોટો’ને મેં ચૌવટાને પકડવા માટે ઉલ્લાલમાં મોક્લયો,આ યોજના સખ્ત મજબુત હતી

પોર્ટુગીઝો ઉલ્લાલમાં આવે છે,દ્રશ્ય કંઈક અલગ હતું, દુર-દુર સુધી કોઈ જ દેખાતું નહોતું ,માત્ર વેરાનહતું, ચૌવટા પણ ક્યાય દેખાતી નહોતી,તેઓએ આજુબાજુ નજર મારી,હળવા શ્વાસ લીધા અને નિંરાત અનુભવીને ભગવાનનો પાર માન્યો અને પોતાના વિજયની ઘોષણા કરવાની તૈયારીમાં જ હતા ત્યાતો અચાનક વીર યોદ્ધા ચૌવટાએ પસંદ કરેલા 200 સેનિકો સાથે આવીને પોર્ટુગીઝો પર હુમલો કર્યો, ચૌવટાએ લડાઈ લડ્યા વગર જ પોર્ટુગીઝોને હરાવ્યા હતા,અને 70 જેટલા પાર્ટુગીઝોને ચૌવટાએ પોતાના કબ્જામાં લીધા,ચૌવટાએ જીત મેળવી હતી, જો કદાચ તમે અબ્બાકા ચૌવટા હોત તો તમે શું કરતે?, કદાચ ખુશ થતે? અને ઉત્સાહ મનાવતે? બરાબરને,હો આપણે ચૌવટા હોત તો જ કરતે,વિશેષ કંઈજ નહી,

પોર્ટુગીઝોના આક્રમણ સામે લડત આપીને શાસન,સત્તા અને શહેરનો બચાવ કર્યો,તે ચૌવટા જેણે હાલમાં જ મોટી સૈન્યના કાફલાને હરાવ્યો હતો,તે ઢળતા સુરજની સાથે જ મેંગલોર તરફ પોતાના ડગ માંડ્યા,મંગલોરના કિલ્લા પર સાશન કર્યું,તેણે સફળતા પૂર્વક કિલ્લામાં પ્રવેશ કરતા સાથે પોર્ટુગીઝ સત્તાના પ્રમુખ ‘એડમિરલ મસ્કરેન્હાસ’ની પણ હત્યા કરી,બાકીના પોર્ટુગીઝોને આ કિલ્લો  ખાલી કરાવવા દબાણ કર્યું,

અબ્બકા આ સ્થળે રોકાઈ નહોતી, મેંગ્લોરથી ઉત્તરમાં 100 કિલો મીટરની દુરીએ આવેલા પોર્ટુગીઝની વસાહત કુંદપપાડામાં પણ લડત આપીને તેના કબ્જો કર્યો હતો, આ આક્રમણ માત્ર ચૌવટાએ પોતાની જાતને ફરીથી સાબિત કરવા માટે જ કર્યું હતું,પોર્ટુગીઝોએ તેને હરાવવા તેના પતિને પૈસાના જોરે પોતાની સત્તામાં સામેલ કરી લે છે.

પોર્ટુગીઝોએ ચૌવટાની ઘરકપડ કરી તેને બંધક બનાવી એક જેલમાં બંધ કરી રાખી હતી, જેલમાંથી ભાગવાના પ્રયત્નો કર્યા,બસ તે જ સમયે ભાગવા જતા પોર્ટુગીઝો દ્રારા ચૌવટાની હત્યા કરી દેવામાં આવી ,જો કે તેને હત્યા તો ન જ કહી શકીએ કેમકે આ ચૌટાવાની શહાદત હતી.

અબ્બાક્કા ચૌવટા એક જૈન સ્ત્રી હતા જેણે હિન્દી અને મુસ્લિમો બન્નેની બનેલી પોર્ટુગીઝોની સેના સામે લડત ચલાવી હતી, વર્ષ 1857મા ભારતીય સ્વતંત્રતાનું જે પ્રથમ યુદ્ધ થયું હતું તેના પણ 300 વર્ષ પહેલાની આ ઘટના છે,જેમાં આ અબ્બાકા ચૌવટા આપણાને એક વીર યોદ્ધા તરીકે મળી આવ્યા હતી.

આપણે એક ભારતીય હોવાના મતે તેમના માટે શું કર્યું? તેમના આદર અને કૃતજ્ઞતા માટે શું કર્યું? તેમના સમ્માન માટે શું કર્યું? બસ આપણે તેમના માટે તેમને જ યાદ કરવાનું ભુલી ગયા છીએ.

આપણે એક ભારતીય હોવા છંતા ક્યારેય આપણા ઘરની દિકરીઓના નામ તેમના નામ પરથી નથી રાખ્યા,આપણે આપણા બોળકોને હજારો વાર્તોઓ કહી છે, પણ આપણા બાળકોને રાણી અબ્બાકાની વાર્તા ક્યારેય નથી સંભળાવી, હા એ વાત સાચી છે કે,આપણે તેમના નામે એક ટપાલ ટીકિટ બહાર પાડી હતી, ઈન્ડિયન કોસ્ટ ગોર્ડની શીપનું નામ અબ્બાકા રાખ્યુ હતું,તે સિવાય આપણે તેમની બે પ્રતિમાંઓ બનાવી, આટલા મોટા નેશનલ હીરો એવા અબ્બાકા રાણી માટે આપણે માત્ર બે પ્રતિમાંઓ બનાવીને જ તેમનો આભાર માન્યો,

આ ઈતિહાસ યૂરોપ કે પછી અમેરીકામાં રચાયો હોત તો આજે ત્યાની શાળાઓના પાઢ્યક્રમમાં આ અબ્બાકાને અભ્યાસ રુપે ભણાવવામાં આવતે,આપણે ભારતીય છે એટલે જ આવું નથી કર્યું,  ભારતીયો  તે ચર્ચામાં વ્યસ્ત છે કે, રાણી અબ્બાકા ચૌવટાની બન્ને પુત્રીઓમાંથી તેમના માટે કોણે લડત લડી,બસ,આ જ દલીલ પર આપણે અટક્યા છીએ,ચૌવટા અગ્નિબાંણની શક્તિ ઘરાવતી ભારતની છેલ્લી મહિલા હતી,આપણે ભારતવાસીઓએ એક મહાન વિરાગંના ગુમાવી છે,જેને આપણે વીર કહીશું ,જે મહિલા હોવા છંતા પણ એક વીરની જેમ પોર્ટુગીઝો સામે ખડેપગે હતી.રાણી અબ્બાકા ચૌવટા એક પ્રેરણાત્મક સ્ત્રી સાબિત થયા છે.